Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે. જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે. આ સાથે જ તેમને જણાવ્યુ  કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પણ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. દરેક હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ.

આ સાથે મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું” કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરે પૂરો સહકાર પણ આપવાનો. તો “આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ” તેની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “સ્વાસ્થ્યએ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે.”

વિદેશથી આવતા લોકોને તપાસવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી છે. જેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન અને ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ પછી જ પ્રવેશ આપવામાં આવે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

જાણો WHOએ શું કહ્યુ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે. 

આ પણ વાંચો: અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ, પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો આ ગોરખધંધો