Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો, પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા હતા. ત્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ માનવો પડયો છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા પછી મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે.

કયા હાર્યા નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ત્યારે અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટ મળ્યા છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા પછી મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે.

ઈમરાનખાન સમર્થિત ઉમેદવારો આગળ

ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારો 120થી પણ વધુ બેઠકો પર આગળ હોવાનુ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ 266 બેઠકો પર જેની પાસે બહુમતી હશે. તેને બાકીની 70 બેઠકો પર પણ બહુમતી મળશે. મનસેહરાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનો ગઢ માનવામાં આવે છે. આમ છતાં તેને હારનો સામનો કરવો પડયો છે.આ ચૂંટણીમાં તેમણે અન્ય બેઠક લાહોર NA130 પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તેઓ લાહોર બેઠક પર 55 હજાર મતોથી જીત્યા છે.

કોણ છે નવાઝ શરીફ

લાહોરમાં ઉચ્ચ-મધ્યમ-વર્ગના શરીફ પરિવારમાં જન્મેલા નવાઝ ઇત્તેફાક અને શરીફ જૂથોના સ્થાપક મુહમ્મદ શરીફના પુત્ર છે. તે શેહબાઝ શરીફના મોટા ભાઈ છે. જેમણે વર્ષ 2022થી 2023 સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

નવાઝ શરીફનુ રાજકીય ચિત્ર

વર્ષ 1980ના દાયકાના મધ્યમાં રાજકારણમાં પ્રવેશ્યા હતા. વર્ષ 1981માં, નવાઝને રાષ્ટ્રપતિ ઝિયા દ્વારા પંજાબ પ્રાંતના નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. રૂઢિચુસ્તોના છૂટક ગઠબંધન દ્વારા સમર્થિત, નવાઝ વર્ષ 1985માં પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા અને લશ્કરી કાયદાના અંત બાદ વર્ષ 1988માં ફરીથી ચૂંટાયા હતા. વર્ષ 1990માં, નવાઝે રૂઢિચુસ્ત ઇસ્લામિક ડેમોક્રેટિક એલાયન્સનું નેતૃત્વ કરવામાં આવ્યું અને પાકિસ્તાનના 12મા PM બન્યા હતા. વર્ષ 2017માં, પનામા પેપર્સ કેસના ખુલાસા પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝને પદ પરથી હટાવી દીધા હતા અને વર્ષ 2018માં, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે નવાઝને જાહેર હોદ્દો રાખવા માટે અયોગ્ય ઠેરવ્યો હતો.  તેમને જવાબદારી અદાલત દ્વારા 10 વર્ષની જેલની સજા પણ કરી હતી.

લંડનમા લીધી સારવાર

વર્ષ 2019થી, નવાઝ જામીન પર સારવાર માટે લંડનમાં હતા અને તેને પાકિસ્તાની કોર્ટ દ્વારા ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે (IHC) તેને એવેનફિલ્ડ અને અલ-અઝીઝા કેસમાં 24મી ઓક્ટોબર સુધી રક્ષણાત્મક જામીન આપ્યા હતા. વર્ષ 2023માં, 4 વર્ષનો દેશનિકાલ કર્યા બાદ તે પાકિસ્તાન પાછા ફર્યા હતા.

આ પણ વાંચો: રશિયાનું મોટું પગલું, ભારતે આ દેશને પાઠ ભણાવવાનું વલણ અપનાવ્યું