Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દેશમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008થી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત  બોટાદમાં 16મો રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાથનીઓ તેમજ અલગ અલગ ક્ષેત્રમાં સિધ્ધિ મેળવનારી દીકરીઓ ઉપસ્થિત રહી હતી. 

કાર્યક્રમ અન્વયે તેજસ્વીની જિલ્લા પંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં બાલિકા-મહિલાઓના પ્રશ્નો અને અન્ય પડતી મુશ્કેલીઓ તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ચર્ચામાં ભાગ લઈ દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે પોતાના વિદ્યાર્થીકાળના અનુભવો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય ? તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાનું સૌભાગ્ય છે કે 4 જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા પંચાયતના પ્રમુખના સર્વોચ્ચ હોદ્દા પર સશક્ત મહિલાઓ બિરાજમાન છે.

રાણપુર તાલુકાના પાણવી ગામે જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયત ઊભી કરાઈ છે.તે બદલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાલિકા પંચાયતની દીકરીઓને અને ગામના સરપંચને મોમેન્ટો આપી બહુમાનિત કરાયા હતા. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનારી દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં કરાઈ હતી. સાથે સાથે વ્હાલી દીકરી વધામણાં કીટ વિતરણ તેમજ વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

આ પણ વાંચો: હરણી દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં