Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટે રેન્જ આઈજીને ઝાટક્યા

- ભૂતકાળમાં હાઈકોર્ટે જૂનાગઢ એસપી અને પીઆઈની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરેલી

અમદાવાદ: પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોતના મુદ્દે જૂનાગઢ પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરતા, હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, પોરબંદરના એસપીના નિરીક્ષણ હેઠળ પોરબંદરના ડીવાયએસપી આ કેસની તપાસ કરે અને રિપોર્ટ રજૂ કરે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. આ પહેલા હાઈકોર્ટે રેન્જ આઈજીની ઝાટકણી કાઢતા સવાલ કરેલો કે રેન્જ આઈજીને શું એ વાતની ખબર નથી પડતી કે આ કેસમાં ડીવાયએસપી પર આરોપી છે અને કેસની તપાસ પણ ડીવાયએસપી કરી રહ્યા છે, આ તે કેવુ છે? આ પછી, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, આ કેસની તપાસ પોરબંદરના એસપીના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે.

આ કેસમાં હાઈકોર્ટના કડક વલણ બાદ, પોલીસે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે જૂનાગઢ જિલ્લા વંથલી પોલીસ ફરિયાદ કરવામાં આવેલી. આ પછી, રેન્જ આઈજીએ આ કેસની તપાસ પોરબંદરના સિટી ડીવાયએસપીને તપાસ સોંપી હતી. ભૂતકાળમાં આ કેસને અનુલક્ષીને હાઈકોર્ટની લાલ આંખ બાદ, જૂનાગઢમાં ઈન્ચાર્જમાં રહેલા તત્કાલીન ડીએસપી રવિ તેજા અને પીઆઈ એમ. એમ. વાઢેર હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રહેલા. સુનાવણી સમયે, હાઈકોર્ટે આ કેસમાં પોલીસની બેદરકારીના મુદ્દે બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રાજ્યના ગૃહવિભાગને આદેશ આપ્યો છે કે, બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની સત્તાવાર ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમની વિરૂદ્ધ કાયદાનુસાર પગલા લેવામાં આવે.

સુનાવણી સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, તેમના પિતાના શરીર પર ભારે માર માર્યાના નિશાન છે, તેઓ પોલીસ સ્ટેશને ગયા બાદ તેમની સાથે કંઈક અજુગતુ થયુ છે. આ કેસમાં જૂનાગઢના એસપી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કે ફરિયાદ પણ નોંધતી નથી. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહેલુ કે મૃતક પોલીસ કર્મચારી છે, તો પણ તેના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈ પોલીસ કેમ કોઈ પગલા લેતી નથી. શું મૃતક એ ડ્રાઈવર હોવાથી તેને અવગણવામાં આવે છે?