Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બર-23થી શરુ કરવામાં આવેલો ફલાવરશો મ્યુનિ.તંત્રને ફળ્યો છે. 21 દિવસમાં 15 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવરશોની મુલાકાત લીધી હતી. દરમિયાન રુપિયા 8 કરોડની વિક્રમી આવક તંત્રને થઈ છે.રુપિયા 6.50 કરોડની આવક ટિકીટ પેટે તથા રુપિયા 1.50 કરોડની આવક વિવિધ સ્ટોલ, ફુડ કોર્ટ પેટે થવા પામી હતી.

અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવરશોમાં રાખવામાં આવેલા 221 મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ફલાવરશોની મુલાકાત લેવામાં આવી હતી. મ્યુનિ.ના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિગ્નેશ પટેલે કહ્યું ,વર્ષ-2023માં યોજવામાં આવેલા ફલાવરશોમાં 8 લાખ મુલાકાતીઓએ ફલાવરશોની મુલાકાત લીધી હતી. જે પેટે રુપિયા 3.90 કરોડથી વધુની આવક થઈ હતી. આ વર્ષે ફલાવરશોમાં વિક્રમી આવક થઈ છે.

ફલાવરશોની આવક-મુલાકાતી

2016માં 8 લાખ મુલાકાતીઓ 35.25 લાખ આવક, 2017માં 9 લાખ મુલાકાતીઓ અને 75 લાખ આવક, 2018માં 8 લાખ મુલાકાતીઓ 20.80 લાખ આવક, 2019માં 8 લાખ મુલાકાતીઓ અને 81.74 લાખ આવક, 2020માં 8 લાખ મુલાકાતીઓ અને 280 લાખ આવક, 2023માં 10 લાખ મુલાકાતીઓ અને 390 લાખ આવક તથા 2024માં સૌથી વધુ 15 લાખ મુલાકાતીઓ અને 800 લાખ આવક થઈ છે.             

આ પણ વાંચો: અમદાવાદમાં રામની ભક્તિનો રંગ રંગાયો, મંદિરની થીમ પર શેરીઓમાં સજાવટ સાથે ઉત્સાહ