Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દિવાળી વેકેશન સાથે જ સુરતીઓ વિદેશ કે અન્ય રાજ્યમાં ફરવા જતાં રહે છે તેના કારણે સુરત શહેર અડધું ખાલી થઈ જાય છે. પરંતુ સુરતમાં વેકેશન દરમિયાન રહેતા સુરતીઓ હરવા ફરવાની જગ્યા હાઉસ ફુલ કરી રહ્યાં છે.

વેકેશન દરમિયાન સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા તેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે.

હાલમાં પડેલા દિવાળી વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક), એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના ગાર્ડનમાં હાઉસફૂલ જેવો માહોલ છે.

લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવારની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં વધારો થઇ રહ્યો છે.

હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા જતાં રહે છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવાના સ્થળ પર પહોંચી ગયા છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું મહાનગરપાલિકાનું પ્રાણીસંગ્રહાલય હાલ મુલાકાતીઓથી ઉભરાઇ રહ્યા છે. 9 થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના પ્રાણીસંગ્રહાલયમાં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં 14 નવેમ્બરના રોજ પાલિકાના પ્રાણીસંગ્રહાલયમાં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા.

આ દિવસોમાં પાલિકાને 24.71 લાખની આવક થઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન  પાલિકાના એક્વેરિયમમાં 13451 મુલાકાતીઓ આવ્યા હતા તેના કારણે પાલિકાને 11 લાખની આવક થઈ હતી. આમ દિવાળી વેકેશનના માત્ર નવ દિવસમાં જ સુરત પાલિકાના હરવા ફરવાના સ્થળે એક લાખ જેટલા લોકો આવતાં પાલિકાને કુલ 34 લાખ જેટલી આવક થઈ છે.