Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Mumbai: ગુરુવારે રાત્રે બાંદ્રા-વરલી સી લિંક પર છ કાર એકબીજા સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક સર્જાયેલા અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે જ્યારે, આ 10માંથી 3ની હાલત ગંભીર છે. તેમને બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એક કારનો ડ્રાઈવર વર્લીથી બાંદ્રા તરફ પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તેણે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી.

વધુમાં મળતી  માહિતી અનુસાર તે કારના ડ્રાઇવરે સી લિન્ક પર અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી, જેના પગલે તે પકડાઈ ન જાય તે માટે વધુ ગાડીની સ્પીડ વધારી હતી, જેના કારણે છ કાર એકબીજા સાથે અથડાઈ જતાં મોટો અકસ્માત થયો હતો.

કારના ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેની અટકાયત કરવામાં આવી છે. તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.

આ અકસ્માતના અગાઉના દિવસે, ગોવાથી મુંબઈ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક નદીના કિનારે નીચે પડી હતી. 

આ અકસ્માતમાં કોઈને ઈજાઓ થઈ નથી. સવારે સાહુવાડી વિસ્તારમાં આ ઘટના બની ત્યારે બસમાં 40 મુસાફરો સવાર હતા. બસ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને તે રોડ પરથી ઉતરી નદીના કિનારે નીચે પડી હતી.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)