Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • ગાંધીનગર કોર્ટે અરજદારના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે
  • મૂલાસણા પાંજરોપાળ જમીન કૌભાંડ મામલો
  • પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગાએ હાઈકોર્ટમાં અરજી કરી
  • અરજી પર આવતીકાલે સુનાવણીની સંભાવના

મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડના કરોડો રૃપિયાના ભ્રષ્ટાચાર કેસમાં ગાંધીનગર કોર્ટે આરોપી પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે, જેની સામે લાંગાએ ગુજરાત હાઇકોર્ટમાં તેના કેસની પ્રોસિડિંગ્સ અને ફરિયાદ રદ કરવા માટે અરજી કરેલી છે. આ અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી સભાવના છે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, નીચલી કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ ખોટો અને ભૂલભરેલો છે. સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે અને તેમાં રિમાન્ડની કોઇ જરૂરિયાત રહેતી નથી. અરજદાર કેસની તપાસમાં સાથ સહકાર આપે છે, ત્યારે રિમાન્ડનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ સંજોગોમાં રિમાન્ડના હુકમને રદબાતલ ઠરાવવો જોઇએ.

કેસની વિગત જોઈએ તો, એસ. કે. લાંગા પર આરોપ છે કે, ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન, તેણે પોતાની સત્તાનો દૂરપયોગ કરીને મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ સહિતના એનએના વિવાદીત હુકમો કર્યા હતા. આ કેસમાં એસ.કે.લાંગા વિરૃધ્ધ ગાંધીનગર સેકટર-૭ પોલીસમથકમાં એફઆઇઆર દાખલ કરાયેલી. આ કેસમાં બે મહિના બાદ આખરે પોલીસે એસ. કે. લાંગાની આબુથી ધરપકડ કરી હતી અને ગઇકાલે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરેલ. જેમાં કોર્ટે આરોપી પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલા. લાંગા દ્વારા એનએ સહિતના કરાયેલા વિવાદીત હુકમો અને સત્તા બહારના નિર્ણયના લીધે રાજય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયેલુ. 

આ  પણ વાંચો : ગોધરાકાંડ કેસ - તિસ્તા સેતલવાડની ડિસ્સાર્જ અરજીનો સરકારનો આકરો વિરોધ