Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉમરગામના સંજારની નજીક માતાએ 11 વર્ષની પુત્રી સાથે મોતની છલાંગ લગાવી દીધી. તે બંનેને બચાવવા માટે તેમના પતિએ પણ નદીમાં છલાંગ લગાવી. પરંતુ પિલર પર અટકી જતાં તેમનો બચાવ થયો હતો.

 વલસાડ જિલ્લાના ઉમરગામના સંજારમાં વારોલી ખાડીના પુલ પરથી 11 વર્ષની પુત્રી અને તેની સાથે એક માતાએ મોતની છલાંગ લગાવી. બંનેને બચાવવા માટે તેનો પતિ પણ નદીમાં કૂદયો હતો. જો કે આ બનાવમાં માતા-પુત્રીનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું. જ્યારે પતિ પિલર પર અટકી ગયા હતા તેથી તેનો બચાવ થયો હતો. આ ઘટના મામલે ઉમરગામ પોલીસે પણ ઘટનાસ્થળે પોહચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર, વલસાડના સંજાણથી પસાર થતી વારોલી ખાડીના પુલ પરથી ગાંધી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાની 11 વર્ષની પુત્રીની સાથે વારોલી ખાડીમાં મોતની છલાંગ લગાવી હતી. પાછળથી તેના પતિ વિજય પાંડે પણ ત્યાં આવતા બંનેને નદીમાં કુદતા જોતા પતિ પણ બંનેને બચાવવા નદીમાં કૂદયો હતો. જો કે પતિ પુલના પિલર પર લટકી ગયો અને બચાવ થયા. જો કે માતા અને પુત્રી નદીના પાણીમાં પડ્યા. સ્થાનિક લોકોને આ અંગે જાણ થતાં આસપાસના લોકો ત્યાં એકઠા થયા હતા અને પુલના પિલર પર ફસાયેલ પતિને બચાવ્યો હતો. જ્યારે પાણીમાં કુદેલ માતા અને પુત્રીની શોધખોળ કરવા છતાં પણ તેઓ મળ્યા ન હતા.

આખરે કલાકોની સખત જહેમત બાદ માતાનો મૃતદેહ મળ્યો હતો અને તેની પુત્રીની શોધખોળ કરવા મોડી રાત સુધી ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયોની મદદથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અંતે મોડી રાત્રે પુત્રીનો પણ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઉમરગામના ગાંધી વાડી વિસ્તારમાં રહેતા આ પાંડે પરિવારમાં બનેલ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ છવાયો છે. ત્યારે ઇજાગ્રસ્ત થયેલ પતિ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આથી પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહીઓ અને તપાસ હાથ ધરી છે. જો કે, બંને માતા અને પુત્રીની નદીમાં મોતની છલાંગ લગાવવા માટેનું કારણ અકબંધ છે.