Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગરની મોડેલ આરટીઓ આમ તો કૌભાંડો તથા વારંવાર ટ્રેકની ખામીને કારણે પંકાયેલું છે પરંતુ આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં સરકારને સૌથી વધુ 252 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. ત્યારે વર્ષ 2023 દરમ્યાન ગાંધીનગર આરટીઓમાં 68 હજારથી વધુ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. અત્યાર સુધી સૌથી વધુ અને ગત વર્ષની સરખામણીએ આઠ હજાર વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યની મોડેલ આરટીઓ તરીકે પ્રસ્થાપીત થયેલી ગાંધીનગર આરટીઓ છેલ્લા બે ત્રણ મહિનાથી ટેકનીકલ ખામીઓ અને કૌભાડોને કારણે ચર્ચામાં રહ્યું છે. ટ્રેક બે મહિનાથી ચાલુ રહ્યા કરતા બંધ વધુ રહ્યો છે વિવિધ ખામીઓ હોવા છતાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી ટુ અને ફોર વ્હિલર વધુ વેચાવાને કારણે આરટીઓની આવકમાં વધારો થયો છે. તે ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશનની હદ વિસ્તરતા આરટીઓ દ્વારા ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. ગાંધીનગર આરટીઓને વર્ષ 2023 સુધીના વર્ષમાં 252 કરોડ રૂપિયાથી પણ વધુની આવક થઇ છે આ વિક્રમી આવક થવાની સાથે આ એક જ વર્ષ દરમ્યાન નવા વાહનોનુ વિક્રમી વેચાણ અને રજીસ્ટ્રેશન થયું હોવાનું પણ આરટીઓના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ વર્ષ 2023ને ગત વર્ષ 2022 સાથે સરખાવીએ તો વર્ષ 2022માં કુલ 60,016 જેટલા વાહનો આરટટીઓમાં રજીસ્ટ્રર થયા હતા જેમાંથી કુલ 212 કરોડ રૂપિયાની આવક થઇ હતી. ત્યારે  વર્ષ 2023માં આરટીઓમાં કુલ 68,184 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 34,939 ટુ વ્હિલર તેમજ 22,929 ફોર વ્હિલર તથા 3,678 થ્રી વ્હિલરનો સમાવેશ થાય છે. જેમાંથી આરટીઓએ કુલ 252 કરોડ કરતા પણ વધુ રૂપિયાની આવક કરી છે.

કુલ વાહનોના 3%  પણ ઇલેક્ટ્રીક વ્હિકલનું વેચાણ નહીં

ગાંધીનગર આરટીઓમાં વર્ષ 2023માં કુલ 252 કરોડની આવક થઇ હતી. ગાંધીનગર આરટીઓને આપવામાં આવેલા ટાર્ગેટ કરતા આ આવક વધુ છે. વર્ષ 2023માં આરટીઓમાં કુલ 68,184 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 35 હજાર જેટલા ટુ વ્હિલર જ્યારે 23 હજાર જેટલા ફોર વ્હિલરનો સમાવેશ થાય છે ત્યારે સરકાર દ્વારા સબસીડી સહિતની ઘણી બધી સ્કિમો આપવામાં આવતી હોવા છતા ગાંધીનગરમાં ઇલેક્ટ્રીક વ્હિકલનું વેચણ પ્રમાણમાં ખુબ જ ઓછું છે. કુલ 68 હજારથી વધુ વાહનો એક જ વર્ષમાં વેચાયા છે કે ગાંધીનગર આરટીઓમાં રજીસ્ટ્રેશન થયા છે તેની સાથે ફક્ત 1965 વાહનો જ ઇલેક્ટ્રીક વ્હિલક હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કુલ વાહનોના 2.88% જેટલા વાહનો જ ઇલેક્ટ્રીક વ્હિકલ તરીકે રજીસ્ટ્રેશન થયા છે એટલે હજુ પણ લોકોને ઇલેક્ટ્રીક વ્હિકલ પ્રત્યે વિશ્વાસ નથી તેમ પણ કહી શકાય.

આ પણ વાંચો: યુવાનને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત