Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દેશની જનતાને આરોગ્યની સેવા સસ્તી અથવા મુક્ત આપવા માટે ખાસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) 2014 આસપાસ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ દેશમાં મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે. જેને આયુષ્યમાન કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે રાજ્યની તમામ હોસ્પિટલ જે PMJAY અંતર્ગત જોડાયેલી છે. તેની સારવાર માટેના તમામ બિલો સરકારને ચૂકવવાના હોય છે. પરંતુ સરકાર અથવા જે તે ઓથોરિટી દ્વારા સમયસર બિલ ચુકવાતા ન હોવાથી તેવી તમામ હોસ્પિટલોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આ યોજના હેઠળ રાજ્યની 500 કરતાં વધુ હોસ્પિટલ જોડાયેલી છે. જે મામલે હાલ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) તથા હોસ્પિટલના પ્રતિનિધિઓએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે. તેમજ આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હસ્તક્ષેપ કરે તેવી માંગણી કરવામાં આવી છે.

AHNA ના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવી અને ઉપપ્રમુખ ડોક્ટર વિરેન શાહે NGN ન્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું કે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 650 થી વધુની રકમ સરકાર પાસે અમારી બાકી નીકળે છે. જે હજુ સુધી ચૂકવાઇ નથી અમે આ મામલે અગાઉ વારંવાર રજૂઆત પણ કરી છે. તેમજ અમારા બાકી નીકળતા લેણા આપવાની જવાબદારી સરકારે વીમા કંપનીઓને આપી છે. જ્યારે અમે વીમા કંપનીઓને પણ વારંવાર રજૂઆત કરી છે. તથા વીમા કંપનીઓ દ્વારા અમને કોઈ પ્રતિસાદ નથી મળી રહ્યો, વીમા કંપનીઓ અમને ઇગ્નોર કરી રહી છે. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તમારા બિલ સરકાર તરફથી હજી પાસ નથી થયા, જેના કારણે અમે કશું કરી શકતા નથી

બિલના નાણાં ન મળવાને કારણે અમુક હોસ્પિટલોની હાલત કથળી ચૂકી છે. જેને લઈને અમે તાકીદે આ નાણાં ચૂકવી આપવા સરકારને વિનંતી કરી રહ્યા છે.


અત્રે મહત્વનું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની મોટાભાગની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો જોડાયેલી છે. અને આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ થતી તમામ આરોગ્યને લગતી સારવાર ગુજરાત તથા દેશના નાગરિકોને આપી રહી છે. જોકે સરકાર દ્વારા પણ નાણાં ચૂકવવામાં આવે છે પરંતુ હાલ છેલ્લાં દોઢ કે બે વર્ષ થઈ ચૂક્યા હોવા છતાં પણ નાણા મળવામાં તેમને મોડું થઈ રહ્યું છે. જેને લઈને મોટાભાગની હોસ્પિટલોને પોતાના નાના મોટા ખર્ચા કરવામાં પણ મુશ્કેલી અનુભવાઇ રહી છે. જેના કારણે આ તમામ બાબતોની અસર રાજ્યના હેલ્થ વિભાગ પર થઈ રહી છે. જેની નુકસાની માત્ર હોસ્પિટલના સંચાલકોને નહિ પરંતુ ગુજરાતના સામાન્ય નાગરિકને પણ પડી રહી છે. જો હોસ્પિટલોને નાણાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ આ યોજના અંતર્ગત સારવાર આપવા માટે સક્ષમ નહીં રહે અને રાજ્યના હેલ્થ વિભાગને તથા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે મામલે હાલ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદના ફરજી બુલિયન ટ્રેડર-બિલ્ડરે સોલાનાં બિલ્ડરને 35 કરોડનો ચૂનો લગાવ્યો