Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બનાવના દિવસે ટિકિટ ઇશ્યુ કરનાર આરોપી મનસુખ વાલજીભાઇ ટોપીયાને જામીન આપવાના ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટે યથાવત રાખ્યો છે અને ટ્રેજેડી વિકિટમ એસોસીએશન- મોરબીની અરજીને ફગાવી દીધી છે.

કેસની વિગત જોઈએ તો, 30-10-2022ના રોજ મોરબીના ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનામાં 135 લોકોના કરૂણ મોત નીપજયા હતા. આ કેસમાં હાઇકોર્ટે ટિકિટ ઇશ્યુ કરનાર મનસુખ વાલજી ટોપીયાના શરતી જામીન 6જૂન, 2023ના રોજ મંજૂર કરેલા. હાઈકોર્ટનુ અવલોકન હતુ કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને ચાર્જશીટ ફાઇલ થઇ ગયું છે. આરોપી ટિકિટ ઇશ્યુ કરનાર વ્યકિત છે જે કંપની દ્વારા મૂકાયો હતો. તેથી આ તબક્કે હવે આરોપીને જેલમાં રાખવાનો કોઇ અર્થ નથી. આ આદેશની સામે મોરબીના ટ્રેજેડી વિક્ટિમ એસોસીએશને સુપ્રીમકોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી હતી અને આરોપીના જામીન રદ કરવા માગ કરી હતી.