Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ કપરી બની રહી છે. ઈઝરાયેલના પ્રાંત જાણે યુદ્ધભૂમિમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તણાવના માહોલ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અંગેની જાણકારી પીએમ મોદીએ એક ટ્વિટ કરીને આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત ત્રાસવાદના દરેક રૂપની આકરા શબ્દોમાં નિંદા કરે છે. ભારત એક મજબૂતી સાથે ઈઝરાયેલની પડખે ઊભું છે.

ભારતના લોકો ઈઝરાયેલની મુશ્કેલીભરી સ્થિતિમાં મજબૂતી સાથે તેમની પડખે ઊભા છે. ભારત આંતકવાદના દરેક રૂપની સ્પષ્ટ અને આકરા શબ્દોમાં નિંદા કરે છે. તારીખ 7 ઓકટોબરથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. અચાનક કરવામાં આવેલા હવાઈ હુમલાથી ઈઝરાયલની ભૂમિ યુદ્ધભૂમિમાં ફેરવાઇ ગઈ હતી.

2600થી વધારે લોકો ઇજાગ્રસ્ત

આ લડાઈમાં બન્ને બાજુથી 2600થી પણ વધારે લોકોને ઇજા પહોંચી છે. ત્યારે કેટલાક લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા છે. આ લડાઈમાં અમેરિકાના કેટલાક નાગરિકોના પણ મૃત્યુ થયા છે. પ્રથમ દિવસે જ્યારે હવાઈ હુમલો કરવામાં આવ્યો તે સમયે 4000 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ લડાઈમાં ઈઝરાયેલ સૈન્ય તરફથી પણ વળતો જવાબ આપી દેવામાં આવી રહ્યો છે. સૈન્યના અધિકારીએ જણાવ્યું હતું કે હમાસના આકનો ખાતમો બોલવામાં આવશે. જ્યારે ત્રણ દિવસ સુધી સતત સામસામા ફાયરિંગની સ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં ભય ઘર કરી રહ્યો છે.

આ પણ વાંચો : હોલિવૂડ એક્શન મૂવીની જેમ, ઇઝરાયલી પોલીસ ફોર્સે હમાસના ઉગ્રવાદીને માર્યો