Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ બસપોર્ટ ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાથી હવે મળશે છૂટકારો, જાતે જ ટિકિટ લઈ શકશો, કેવી રીતે કામ કરે આ મશીન? ચાલો જાણીએ પ્રક્રિયા

શહેરનું ગીતા મંદિર બસપોર્ટ જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. અહીં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવે છે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુક કરવાના લીધે વીન્ડો પર ભીડ ઓછી થાય છે. તેમ છતાં મુસાફોરનો ટિકિટ માટે કતારમાં ઉભા ન રહેવું પડે તે માટે ગીતા મંદિર બસપોર્ટ અને નહેરુ નગર બસ સ્ટેશન પર ક્યોસ મશીન મૂકવામાં આવ્યા. જેના કારણે મુસાફરો જાતે જ ટિકિટ કાઢી શકશે.

ટિકિટ બુકીંગ અને રદ કરી શકાશે

મુસાફરોની સુવિધા માટે ગુજરાતી અને એગ્રેજી એમ બે ભાષાના ઓપ્સન આપવામાં આવ્યા છે. ત્યાર પછી ક્યાંથી, ક્યાં જવાનું છે, તેમજ પોતાની વિગત અને મોબાઈલ નંબર એડ કરી એડવાન્સ તત્કાલ તમે ટિકિટ બુક કરી શકશો. તેમજ પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. આખી પ્રકિયા પૂર્ણ થયા પછી રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ સાથે લિંક આવશે. લિંક ઓપન કર્યા પછી પીડીએફમાં ટિકિટની તમામ વિગત આવી જશે. ટિકિટ રદ કરવાની હશે તો પણ ઓપ્શન આપવામાં આવ્યા છે.

લોકો પોતાની રીતે વિગત ભરી ટિકિટ બુક કરી શકશે

એસ ટી વિભાગ દ્વારા જાણકારી મળી હતી કે, મુસાફરો જાતે ટિકિટ મેળવી શકે તે માટે ગીતા મંદિર બસપોર્ટ પર મશીન મુકવામાં આવ્યું, જેમાં બે ભાષા આપવામાં આવી છે. ગુજરાતી તથા અંગ્રેજી. તત્કાલ એડવાન્સ ટિકિટ બુકીંગની સુવિધા ઉપરાંત ટિકિટ રદના ઓપ્સન સાથે ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા છે. લોકો પોતાની રીતે વિગત ભરી ટિકિટ બુક કરી શકશે.

આવી રીતે કરો બુકીંગ

પ્રથમ સ્ક્રિન પર ભાષાની પસંદગી કરવાની રહેશે. ત્યાર પછી તત્કાલ, એડવાન્સ, દિવ્યાંગ બુકીંગ અને ટિકિટ કેન્સલનું ઓપ્સન આવશે. જેમાંથી એક ઓપ્સન પસંદ કર્યા પછી વિગત ભરવાની આવશે. જેમાં ક્યાંથી, ક્યાં જવા માંગો છો અને મોબાઈલ નંબર પછી  બસની વિગતો આવશે. જેમાં કેટલી સિટ છે, તેની વિગતો આવશે. જેમાંથી કઈ સિટ જોઈએ છે તે બુક કર્યા પછી ક્યુઆર કોડ આવશે અને ઓનલાઈ પેમેન્ટ થયા પછી રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ આવશે.