Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉત્તરાયણ પર્વની તૈયારીને લઇને લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ચાઇનીઝ દોરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીના લીધે પક્ષીઓ અને માણસના ગળા કપાઈ જાય છે. જેથી મોતને પણ ભેટે છે. ત્યારે રાજકોટમાં એક પરિવારના મોભી વ્યક્તિનુ ગળું કપાયું છે. જાણો આ પરિવારની વેદના.

પોતાની મજાની માટે બીજાને સજા દેવાની કોઈ જરૂર નથી. આ શબ્દો ચાઈનીઝ દોરીનો ભોગ બનેલ એક પીડિત પરિવારના સભ્યોના છે. હા, હવે ઉત્તરાયણનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે. ત્યારે બધા જ પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. આ અંગે લોકોને અપીલ છે કે ચાઇનીઝ દોરીની ખરીદી કરવી જોઈએ નહીં. કેમ કે ચાઇનિઝ દોરીનો ભોગ પક્ષીઓ અને માણસો બને છે. તેઓના ગળા કપાઈ જવાના લીધે મોતને ભેટે છે. તેમજ તેનાથી લોકો ઘાયલ થાય છે. ઘણી વખત તો આ ઇજા એટલી બધી ગંભીર હોય છે કે તેનાથી જીવનભર વ્યક્તિ લાચાર બની જાય છે.

રાજકોટના કાલાવડ રોડ પર રહેતા ભરતભાઇ વલ્લભભાઇ વાજા એ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યાં. ત્યારે ભરતભાઈને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. આ ઇજાના લીધે તેમના ગળામાં 12 જેટલા ટાંકા આવ્યાં. પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. ત્યારે ગળાના ભાગે ઇજા થવાથી ભરતભાઇના પરિવારના સભ્યો ચિંતાગ્રસ્ત થયા હતા. જો કે સદનસીબ હસે જેથી મોટી જાનહાનિ થઈ ન હતી. વાત એમ છે કે ઉત્તરાયણ પહેલા લોકો ચાઇનીઝ દોરીનો ભોગ બની રહ્યા છે.

ભરતભાઇ વાજાનાં ભાઈ ધર્મેન્દ્રભાઇ વાજાએ કહ્યું કે, ભરતભાઇ પરિવારનાં મુખ્ય મોભી છે. તેઓ મુખ્ય કમાનાર વ્યક્તિ છે. ત્યારે તેના ગળામાં ઇજા થઇ. અમારા પરિવારમાં અન્ય કોઈ કમાવનાર વ્યક્તિ નથી. અમે કઈ ઓ પરિસ્થિતિમાં મુકાયા છીએ તે ફક્ત અમે જાણીએ છીએ. ત્યારે ચાઈનીઝ દોરીના લીધે આ દુખદ ઘટના બની. તો આ અંગે લોકોને અપીલ છે કે બીજા સાથે આવી ઘટના ન બને. તેથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મારા ભાઇના પાંચ ઓપરેશન પહેલા થયેલ હતા. ત્યારે લાંબા સમયે તેઓ હાલ સાજા થયા હતા. ત્યારે આ ઘટનાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છીએ.

ભરતભાઇના પત્ની રંજનબેને પણ કહ્યું કે મારા પતિ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યા છે. ત્યારે સરકારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને તેની માટે કડક અમલદારી થવી જોઇએ. બીજા સાથે પણ આ ઘટના ન બને તેથી લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ. તેમજ ગત વર્ષે પણ તેઓને દોરીથી ઇજા થઇ હતી. ત્યારે પણ તેઓને હોસ્પિટલે લઇ ગયા હતા.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં આ જગ્યાઓ પર પડી શકે છે વરસાદ