Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બનાસકાંઠાના વાવનાં કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધી મામલે આક્રમક જોવા મળતાં હોય છે. જેઓ ઘણીવાર જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપે છે. જોકે આજે ગેનીબહેન ઠાકોરનો સગો ભાઈ જ પીધેલી હાલતમાં અને દારૂના ક્વોટર સાથે ઝડપાયો છે. જેનાં કારણે 'કાપો તો લોહી ના નીકળે' એવી હાલત આજે ગેનીબહેનની થઇ છે. દારૂબંધી પર અને જિલ્લા પોલીસ પર અનેક સવાલો ઉઠાવનારાં વાવનાં કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી, જેમાં પ્રહલાદ મણાજી ઠાકોરના ઘરની નજીકથી રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી પાસેથી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આપણા ગુજરાતનું ભવિષ્ય આજે જોખમમાં છે. અથવા તો આપણા ગુજરાતનું દુરભાગ્ય કહી શકાય કે જેમને આપણે મત આપીને વિધાનસભામાં મોકલ્યા છે. તેમનાં જ પરીવારનાં સભ્યો દારુ પી રહ્યા છે. અને પીધેલી હાલતમાં અને દારૂના ક્વોટર સાથે ઝડપાઇ રહ્યા છે. અને આવા લોકો આપણા ધારાસભ્યો છે. એના કરતા વધારે શરમની વાત દરેક ગુજરાતીઓ માટે શું હોઇ શકે? આ સવાલ એટલા માટે આજે ઊભો થઇ રહ્યો છે કારણ કે આ ગાંધીનું ગુજરાત છે. જ્યાં સરદાર વલ્લભાઇ પટેલ, મોરારજી દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞીક, વિક્રમ સારાભાઇ જેવા જેમને ના તો માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ ઓળખે છે. જેમનાં થકી આપણે સમગ્ર વિશ્વમાં ઓળખાઇ રહ્યા છીએ. બીજી બાજુ જો આજના સમયની વાત કરીએ તો ગુજરાતનાં બનાસકાઠાંના વાવનાં MLA ગેનીબહેન ઠાકોર 2022માં જનતાનાં રોલ મોડલ તરીકે ચૂંટાઇ આવે છે. જેઓ શરુઆતમાં તો દારુ મુદ્દે વારંવાર રજુઆત કરતા જોવા મળે છે. પરંતુ ચૂંટાયાનાં એક જ વરસ બાદ તેમનાં સગા ભાઇ દારુ દારુમય જોવા મળે છે. દારુનો નશો કરતા જોવા મળે છે. જો સાદી ભાષામાં કહીએ તો દારુ સાથે અનોખો પ્રેમ કરતા જોવા મળે છે. જાણે એમના માટે અલગ કાયદાની વ્યવસ્થા કરવામાં આવી હોય.

ગેનીબહેન ઠાકોર એક ધારાસભ્ય છે. પરંતુ MLAનાં ભાઇનો દારુકાંડ સામે આવ્યા બાદ લોકોમાં પણ એવી ચર્ચા છે કે જેમનાં ભાઇ પીધેલી હાલતમાં અને દારૂના ક્વોટર સાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે તેમનાં જ સગા બહેન ગેનીબહેન ઠાકોર ઉપર ભરોસો કઇ રીતે કરવો? અમે છેતરાયા છીએ એવુ વાવ તથા થરાદનાં યુવાનોને લાગી રહ્યું છે. કારણે બનાસકાઠાંનાં યુવાનોનું ભવિષ્ય આવી બાબતોમાં હોમાઇ રહ્યું છે. તેમને શર્મ આવી રહી છે કે તેમના વિસ્તારનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનાં સગા ભાઇ દારુ પીધેલી હાલતમાં અને દારૂના ક્વોટર સાથે ઝડપાઇ રહ્યા છે. તેઓ આ બાબતે રજુઆત કરતા ડરી રહ્યા છે. હવે આ ડર શા કારણે લાગી રહ્યો છે તે વાત કોઇ થી છૂપી રહી નથી.

ગેનીબહેન ઠાકોર ઉપર સવાલ એટલા માટે પણ થઇ રહ્યા છે કારણ કે શું તેમને ખબર નહિ હોય કે તેમના સગા ભાઇ દારુપ્રેમી છે. અને જો ખબર હોય તો વારંવાર દારુબંધી મામલે ખોટા દેખાડા કરી શા માટે જિલ્લા પોલીસ પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા? આજે એમનાં પરીવારની હકીકત સામે આવી છે. શું માત્ર દેખાડા કરવાથી તેઓ ચૂંટાઇ આવે છે. તેવુ વાવ તથા થરાદના લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ મામલે કાયદો તો કાયદાનું કામ કરશે પરંતુ હવે આગળ જતા જનતાની અદાલતમાં આવા દારુપ્રેમીઓ સામે શું નિર્ણય આવે છે તે જોવુ રહ્યું? કારણે કે આવા કિસ્સાઓ સામે આવતા ભારતનાં લોકતંત્ર સામે જોખમ ઊભું થઇ રહ્યુ છે.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથો અથડ્યા,એકનું મોત અને 16 લોકો ઈજાગ્રસ્ત