Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

NGN સાથેની  ખાસ વાતચીતમાં  દર્શનાબેન વાધેલાએ જણાવ્યું કે, હું વ્યવસાયે તો શિક્ષક છું. 2005માં જે ઇલેક્શન હતું, તેમાં મારૂ સિલેક્શન શાહપુરથી થયું હતું. જેમાં  કોર્પોરેશનમાંથી કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને લાગ્યું કે મારા કામથી ગરીબ લોકોના કામ થાય છે. જયારે બીજીવાર ઇલેક્શન આવ્યું ત્યારે મને ટીકિટ આપી તેમાં જીત મેળવી અને ભાજપે મારા પર ભરોસો રાખ્યો હતો તેને જીત્યો હતો. જયારે અમદાવાદમાં ડેપ્યુટી મેયર તરીકે કામ કર્યું તેની સાથે મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરતી હતી. દરેક કામ પ્રજા માટે કર્યા છે. અમદાવાદમાં જે આંગણવાડી છે તેમાં કુપોષિત બાળકો માટે કામ કર્યું છે.

શિક્ષક અને નેતામાં શું ફરક છે?

વધુમાં તેમણે જણાવ્યું કે, મારૂ જે પણ કામ છે તે સમાજ છે. પછાત વર્ગ માટે જ મે કામ કર્યું છે. તેમના બાળકો માટે પણ કામ કરુ છે. પહેલા કરતા હવે સારૂ શિક્ષણ થઈ ગયું છે. પહેલા કરતા હવે  મેડિકલ કોલેજો પણ વધી ગઇ છે. હવે જયારે શાળા શરૂ થાય છે ત્યારે શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ગરીબ બાળકોને  શાળા સુધી લઈ જઈએ છીએ. અત્યારે કોરોનાના કારણે બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. ગુજરાતના વિધાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે અમે મહેનત કરી રહ્યા છીએ. હવે તો ગુજરાતના વિધાર્થીઓને બહારગામ અભ્યાસ કરવા માટે જવું પડતું નથી, અહિયાંના મોટા મોટા શહેરોમાાં સારી સારી યુનિવર્સીટીઓ બનાવવામાં આવી છે. જેનો લાભ ગુજરાતના દરેક વિધાર્થીઓને મળી રહે તેવા પ્રયત્ન થઇ રહ્યા છે.

ગુજરાતમાં દલિત નેતાઓ વિશે શું બોલ્યા

જે દલિત લોકો રાજનીતિમાં આવે છે તેના પછી સરકાર સામે બોલતા હોય છે. મને કયારેય દલિત હોવાથી મારી સાથે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. મારા ઘણા એવા મિત્રો છે જેમના ઘરે જઈને અમે લોકો સાથે જમતા હોઈએ છીએ. જયારે હું શાળામાં હતી ત્યારે પણ મને કોઈ દિવસ કાસ્ટ સિસ્ટમ વચ્ચે આવી નથી અને મારે તો દરેક જાતિના લોકો સાથે સબંધ છે.


મારૂ સપનું એક જ છે કે હું દરેક ગરીબ લોકોના કામ કરી શકું અને તેમની સેવા કરી શકું. મને મારી પાર્ટીએ એક તક આપી છે તેમાં હું સમાજ સેવા કરીને લોકોની જે પણ સમસ્યાઓ હોય છે તેને દુર કરવાનો પ્રયત્ન કરી રહી છું. મારૂ બાકીનું જીવન સમાજ માટે અને ગરીબ લોકોની સેવા માટે જ વિતાવીશ. છેલ્લામાં છેલ્લા વ્યકિત હોય છે તેમનું કામ કરવાની કોશિશ કરુ છું. જે હાઉસિંગ બોર્ડના મકાનોમાં જે પણ શ્રમજીવી લોકો હોય છે તેમના માટે ચાલી વિસ્તાર હટાવીને તેમના માટે મકાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમની જે પણ જરૂરિયાત છે તેને પૂરી કરવાની કોશિસ કરી રહ્યા છે. આ વર્ષમાં જ મારા વિસ્તારમાં જે પણ શ્રમ વિસ્તાર છે તેમના માટે 10 એવી ચાલી છે જે રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જે પ્રોજેક્ટ  મોદી સરકારે કર્યો છે તેમની સાથે  જોડાઈને આ કામ કરીશ.  

મહિલા ધારાસભ્યની ભૂમિકા ઓછી હોય છે તેના વિશે શું કહ્યું?

કેબિનેટ અત્યારે નાની છે એટલા માટે એક મહિલા છે પરંતુ વિધાનસભામાં એવું નથી કોઈ મહિલા કે પુરુષમાં ફરક રાખતા નથી. દરેકને પોતાનાથી જ જોવામાં આવે છે. મારા વિસ્તારના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તેના માટેના સંપુર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારની જે પણ યોજના છે તે દરેકના ઘર સુધી પહોંચે તેના માટે કામ કરીએ છીએ.

દરેક મહિલાઓને ઇશ્વરે એક એવી શક્તિ આપી છે જે દરેક પરિસ્થિતનો સામનો કરતી હોય છે એટલે પરિવારને પણ સારી રીતે ટાઈમ આપું છું અને પાર્ટીનું કામ પણ કરૂ છું. જયારે ઓફિસથી ઘરે જલ્દી જવાનું થાય છે ત્યારે હું જ જમવાનું બનાવું છું. સાંસારિક જીવનમાં બંન્ને વ્યકિતએ એકબીજાને સમજવું પડે તો જ પરિવાર ચાલે.