Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમિત ઠાકરે NGN સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મેં હમેંશા સંઘર્ષ વિરોધી પક્ષની સામે જ કર્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલાની સરકાર સામે અને પછી ઈન્દીરા ગાંઘીની સરકાર સામે પણ સંઘર્ષ રહ્યો છે. સરકારની સાથે રહીને જનતાની સેવા કરી રહ્યા છે. હવે અલગ ગૃપ સેવાલય બનાવ્યું છે. મોદીજીની જે યોજના છે જે જનતાના જીવનમાં પરિવર્તન લાવે છે. જયારે અમે સરકારની સામે લડતા હતા એ અલગ સમય હતો. હવે તો અમે સત્તામાં છે. પંચાયતથી પારલામેન્ટ સુધી અમારી જનતા પાર્ટીની સત્તા છે. જેની સામે સંઘર્ષ ના કરી શકીયે. હવે જે અમે કામ કરી રહ્યા છે તે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સરકારની યોજના છે. નેતા અમારી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ એમનું જે જનતા પ્રત્યે વિઝન છે જેની તેમને 60થી વઘારે યોજનાઓ તેમને બનાવી છે. આ યોજનાને જરૂરિયાત મંદો સુધી પહોચાડવાની અને અમે અત્યારે 550 સુઘીની યોજનાઓ લોકો સુઘી પહોચાડી છે. સરકારે જરૂરિયાત મંદ લોકોને પૂરીપૂરી મદદ કરી છે.

હવે નવા જમાનાની રાજનીતિ છે

વધુમાં અમિત ઠાકરે જણાવ્યું કે, સામાજીક જીવનના કાર્યકતાને સમયને સમજવું પડશે અને સમયને સમજીને પાર્ટી અને દેશ શું ઇચ્છે છે. તેના આાઘાર પર કામ કરવું જોઈએ. તમે લોકોની વચ્ચે હમેશા રહેશો. અત્યારે લોકો 25થી30 વર્ષની ઉંમરે થાકી જાય છે. તો તમે કેમ થાકતા નથી."જો ખુદ કે લીયે જીતા હૈ વો થક જાતા હૈ , દુસરે કે લીયે જીતા હૈ વો થોડી ના થકતા હૈ". હમેશા સવારે નવી નવી આઈડીયા આવી જાય છે. અમે કદી પોતાની માટે જીવતા નથી. અમે કદી કશું માગતા નથી. જયારે કશું મળી જાય કે ના મળે તો નિરાશ થયા નથી કેમકે રાષ્ટ્રીય અધિવેશને જે શીખડાવ્યું છે જેમાં કાર્યકર્તા વિક પડે છે. જયા સુધી ભારત વિશ્વગુરુ ના બને ત્યા સુધી તો થાકવાની વાત છે નથી. આ સફળતા તો લાંબી છે.

તોડફોડવાળા નેતા છો? તો હવે કેમ શાંત છો

વધુમાં તેમણે જણાવ્યું કે, મારા માટે આ સંઘર્ષનો સમય હતો. જનતાનો અવાજ ઉઠાવવાનો હતો. "વો જવાની જવાની નહીં જીસકી કોઈ કહાની નહીં"હું યુવા નેતાઓને કહું છું કે યુવા નેતાઓ જે દોડતા નથી તો એ યુવા નથી. હવે આ ઉંમરે કયાં હંગામો કરીએ. સમય તમને બદલી જ નાખે છે. તો સમય સાથે તમારે જીવવું પડે છે. હું સમય સાથે ચાલું છું. મારામાં જે ઉર્જા છે. તે ગરીબ લોકો માટે  ઝુંપડપટ્ટીમાં, ગામડાઓમાં, લોકોના બાઈક ઉપર બેસીને જતો રહું છું. જે લોકો જીવે છે એવી રીતે જીવીએ છે. જનતાની વચ્ચે રહીને તેમના મુદ્દાને સાંભળવાના છે. તેમની સાથે રહેવાનું છે. જે રીતે લોકો જીવે છે તે રીતે જીવો નહી તેમના વચ્ચે રહેશો નહી તો એ તમને એમના જેવા નહી માને. એમના મુદ્દા તમારા ઘ્યાનમાં આવે નહી તો તમારી રાજનીતિ શું કામની. જનતાને શુ કાંટા વાગે છે. તો એ જગ્યાએ તમારે પહોચવાનું અને તમારી જવાબદારી સંભાળવાની હોય છે. તમારે દરેક સમયમાં જીવવાનો છે.

નેતાજીનો લાંબુ લાંબુ ભાષણ આપવાનો અસલી રાજ

સાત અલગ અલગ વિષય ઉપર વિધાનસભાના પટલ પર અને દેશ વિદેશમાં જે ચર્ચિત વિષય હતા. તેના પર પાર્ટી તરફથી વિચાર રાખવાના હતા. જેમાં મુખ્યમંત્રીએ અને પ્રદેશઅધ્યક્ષએ મને પંસદ કર્યું હતો. તૈયારીનો સમય છે કે ટીમ બની છે કે પેપર તૈયાર હોય છે સ્પીચ લાંબી હોય છે. વિધાનસભામાં કોઈપણ પદ પર હોય છો તો તમને 27 મિનિટ આપવામાં આવે છે જે તે મુદ્દા પર બોલવા માટે જે પણ સમય આપ્યો હોય તો તે સમયે તમારે બોલવાનું છે. વિધાનસભામાં બોલવું પણ એક કળા છે. પાર્ટીએ મને અલગ અલગ જોનમાં કામ કરવાની તક આપી. દેશ- વિદેશમાં કામ કર્યું હતું જેની તક પાર્ટીએ આપી હતી. અલગ અલગ જગ્યાએ કામ કરીને હું આદિવાસીના પ્રશ્નો પણ સરળ રીતે સમજી શકું છું. ગરીબના ઝુપડામાં પણ હું રોકાઈને કામ કરું છું. અમે જાતે જમવાનું બનાવ્યું છે.
જીવનમાં આવેલા ઊતાર-ચડાવ

જયારે મારા ઘરમાં માતા-પિતાની તબિયત ખરાબ થઇ ત્યારે અમને ખબર પડી કે ગરીબી શું છે. હું અઘિકારીને કહ્યું કે આ ગરીબોના ઘર તોડી રહ્યા છો. હું એ આ ગરીબી જોઈ છે એટલે આ મકાનો ટુટે નહીં. તેવો આદેશ આપ્યો હતો. રાજકારણમાં કોઈ તમારા પદને કે તમને યાદ નથી રાખતા. જનતાને આ બધાથી લેવા દેવા નથી. જનતાને એ જ છે કે તમે આજે શું કરી રહ્યા છો. જનતા માટે કેટલું કામ કરી રહ્યા છો. સીતામાતા એ રોજ પરિક્ષા આપી હતી પરંતુ રાજનીતીમાં પણ રોજ પરિક્ષા આપવાની હોય છે. રોજ જનતાની આંખોમાં ખરા ઊતરવાનું છે. આપને અંદરના  વ્યકિતને હંમેશા જીવતા રાખવાનો છે.

વેજલપુર અમિત ઠાકર માટે નાનું ભારત છે. 14 આવાસ યોજના છે. 5 લાખમાં આવાસ યોજનાઓના ઘર મળે છે. આ વિસ્તાર ગરીબ અને અંતિ સંપન્ન લોકોનો વિસ્તાર છે. હોટલ અને મંદિર પણ છે. સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે છે. 1 લાખ 41 હજાર લોકો અહિંયા રહે છે.આ વિસ્તારમાં દરેક જાતિના લોકો રહે છે. દરેકને એક જ વાત છે વેજલપુર સ્વચ્છ રહે.

વેજલપુરને વરસાદમાં તળાવ કહે છે લોકો

આ વાતને અમે જીદથી હાથમાં લીધી છે. જીવરજનીથી વેજલપુર સુધી જેટલી પણ ગ્રીવ છે તેને સાબરમતી નદી સુધી પહોચાડવાનું કામ હાથમાં લીધું છે. પાણી તો જાય છે અમને એ ખબર છે કે 12 જગ્યાઓ એવી છે ત્યા ગમે તે કરીએ એવું ને એવું જ રહેવાનું છે. આજ 21મી સદીના ભારતમાં છે એટલે દરેક સમસ્યાઓને દુર કરીશું. વિકાસને કોઈ બાંઘી શકતું નથી. નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી અમદાવાદનો વિકાસ આગળ જ છે. જયા લોકો જાય છે ત્યા સરકાર તેમની પાછળ પાછળ જાય છે. મને લાગે છે કે ભાજપના લીધે સરખેજથી ગાંધીનગર તરત પહોચી જવાય છે.

અમિત ઠાકરે ઓફિસનું નામ સેવાલય કેમ રાખ્યું

પહેલાથી જ સેવાલય નામ છે. કેમ કે લોકોની સેવા કરવાની હોય છે તેને સેવાલય કહેવાય છે."શિવ ભગવાન જયાં બેસે છે તેને શિવાલય" કહેવાય છે. જયાં સેવા થાય છે તેને સેવાલય કહેવાય છે. મારા જીવનનો શોખ પુસ્તકોનું વાંચન છે. મને  રિસર્ચનો શોખ છે અત્યારે પીએચડી ચાલે છે. આજે પણ ગૂડ ગવર્નસ પર રિસર્ચ ચાલે છે. જનતા માટે કામ કરવું એ મારા જીવનનું ધ્યેય છે.

આ પણ વાંચો : વાવાઝોડા વચ્ચે 24 કલાક દરમિયાન થઈ 34 સફળ ડિલિવરી