Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વર્ષ 2021માં આરોપી સગીરાનુ અપહરણ કરીને લઈ ગયેલો અને તેની સાથે દુષ્કર્મ આચરેલુઅમદાવાદના પૂર્વવિસ્તારમાં સ્થિત રામોલ વિસ્તારમાં 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં તેના 19 વર્ષના પ્રેમીને સ્પે.પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને દોષિતને રૂ. એક લાખનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની રકમ પિડીતાને વળતર પેટે ચુકવવાનો આદેશ કર્યો છે. ખાસ પોક્સો કોર્ટનુ અવલોકન છે કે, આ ગંભીર પ્રકારનો કેસ છે, આરોપી સામે  કેસ પુરવાર થાય છે. આવા કેસમાં આરોપી સામે દયા ન દાખવી શકાય.

કેસની વિગત જોઈએ તો, શહેરના રામોલ વિસ્તારમાં રહેતા 19 વર્ષના યુવકને તેના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે પરિચય થતા, તેણે 14  ઓક્ટોબર 2021ના રોજ લગ્નની લાલચ આપીને આ સગીરાનુ અપહરણ કરેલુ, ત્યાર બાદ તે સગીરાને મુંબઈ અને શેરડી લયેલો અને તેની સાથે દુષ્કર્મ આચરેલુ. આ મામલે સગીરાની માતાએ માતાએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવેલી. આ ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કોર્ટમાં ચાર્જશીટ કરેલી.

આ કેસમાં સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટમાં રજૂઆત કરેલી કે, આ ગંભીર પ્રકારનો કેસ છે, આવા કિસ્સા સમાજમાં સતત વધી રહ્યાં છે. આરોપી સામે આખો કેસ પુરવાર થાય છે,  આરોપીને ફરિયાદી અને સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાને રાખીને તેને કાયદા મુજબ સખતમાં સખત સજા કરો.