Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • આજની મુદત માટે હાજર રહેવામાંથી રાહત આપવા કેજરીવાલ અને સંજયસિંહે અરજી કરેલી
  • ગુજરાત યુનિવર્સિટી સામેના વિવાદસ્પદ નિવેદનનો મામલો
  • બદનક્ષીના કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 26 જુલાઈએ હાજર રહેવા મેટ્રો કોર્ટનો હુકમ
  • દિલ્હીમાં પૂરની સ્થિતિના લીધે રાહત કામમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી - અરજદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાય તેવા આક્ષેપ અને બદનક્ષી ભર્યા નિવેદનના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે થયેલી ક્રિમિનલ ડિફેમેશનના કેસમાં મેટ્રો કોર્ટે હુકમ કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ 26 જુલાઈએ હાજર રહે. આ પહેલા સાત જૂને મેટ્રો કોર્ટે બંને નેતાઓને 13 જુલાઈના રોજ હાજર રહેવા માટે હુકમ કરેલો. જો કે, તેમના વકીલ દ્વારા અરજી કરીને કોર્ટને વિનંતી  કરાઈ હતી કે દિલ્હીમાં પૂરની સ્થિતિ હોવાથી તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી. જેથી, આજના દિવસે તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપો. બંનેના વકીલની રજૂઆત હતી કે, દિલ્હી તથા આસપાના રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 41 વર્ષમાં સૌથી વધુ ભયાનક પૂર યમુના નદીમાં જોવા મળ્યું છે, જેના લીધે દિલ્હી અને આસપાસના રાજ્યોના વિસ્તારમાં પૂરના લીધે મોટા ભાગના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ સંજોગોમાં દિલ્હીના મુખ્યપ્રધાન હોવાના નાતે અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષના તમામ નેતાઓ લોકો માટેના રાહત કામમાં સંકળાયેલા છે. આ સ્થિતિના લીધે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી. 

કેસની વિગત જોઈએ તો, થોડા સમય પહેલા આપના નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલી. આ કેસમાં ગુજરાત યુનિવસટીના કુલસચિવે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરેલી છે. જેમાં, મેટ્રો કોર્ટે બંને નેતાઓને હાજર રહેવા માટે સમન્સ પાઠવેલા છે. જો કે, છેલ્લા બે-અઢી મહિનાથી આ બંને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર થયા નથી.

આ પણ વાંચો : મૂલાસણા પાંજરોપાળ જમીન કૌભાંડ મામલો