Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નર્મદા બચાવ આંદોલનને અનુલક્ષીને સાબરમતી આશ્રમ ખાતે આવેલા મેધાપાટકર પર હુમલાના કેસમાં આરોપી એવા દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) વી.કે.સક્સેનાને આપેલી વચગાળાની રાહતને ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી લંબાવી છે. સુનાવણી દરમિયાન, મેઘા પાટકરના વકીલે સમયની માગ કરતા હાઈકોર્ટે તેને ગ્રાહ્ય રાખી છે અને કેસની વધુ સુનાવણી 30 જૂને હાથ ધરાશે. મહત્વનુ છે કે આ કેસમાં અરજદાર વી .કે.સક્સેના સામેની ટ્રાયલની કાર્યવાહી પડતી મુકવાની માગ સાથેની અરજી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે થોડા સમય પહેલા ફગાવી દીધી હતી.

ભૂતકાળમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે દિલ્હીના ઉપ-રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી છે. તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે. તેમને ભારતના બંધારણની કલમ 361ની જોગવાઈ હેઠળ વિશેષ રાહત અપાયેલી છે. આ સ્થિતિમાં તેમની સામે અદાલતની કાર્યવાહી થઈ શકે નહીં. ટ્રાયલ આ કલમની જોગવાઈઓનુ અર્થઘટન કરવામાં નિષ્ફળ રહેલી છે. જેથી, ટ્રાયલ કોર્ટે જે હુકમ કરેલો છે તે અયોગ્ય છે. બંધારણની કલમ 361(3) હેઠળ પણ તેમને સંરક્ષણ અપાયેલુ છે, જેથી ટ્રાયલ કોર્ટને તેમની સામે કેસ ચલાવી શકે નહીં. આ કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી મેઘા પાટકરે અલગ અલગ કારણોસર 94 વખત મુદત માગેલી છે. તેમની સામેના ટ્રાયલની કાર્યવાહી પાછળ મલીન ઈરાદો રહેલો છે.