Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આ અરજી પર અંતિમ નિર્ણય આવે નહીં ત્યાં સુધી અરજદાર સામે ટ્રાયલ ન ચલાવો - હાઈકોર્ટ

- કેસની વધુ સુનાવણી 29 ઓગષ્ટે હાથ ધરાશે

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અર્તગત આવેલા મેઘા પાટકર પર હુમલાના ચકચારભર્યા કેસમાં આરોપી તરીકે જોડવામાં આવેલા દિલ્હીના ઉપરાજયપાલ વી.કે.સકસેનાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ અરજી પર અંતિમ નિર્ણય આવે નહીં ત્યાં સુધી વી.કે.સકસેના સામેની ટ્રાયલ ચલાવવા સામે હાઇકોર્ટે  સ્ટે આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 29 ઓગષ્ટે હાથ ધરાશે. 

ભૂતકાળમાં મેટ્રો કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેનાની તેમની સામેની ટ્રાયલની કાર્યવાહી પડતી મૂકવાની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, દિલ્હીના ઉપ-રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી છે. તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે. તેમને ભારતના બંધારણની કલમ 361ની જોગવાઈ હેઠળ વિશેષ રાહત અપાયેલી છે. આ સ્થિતિમાં તેમની સામે અદાલતની કાર્યવાહી થઈ શકે નહીં. ટ્રાયલ આ કલમની જોગવાઈઓનુ અર્થઘટન કરવામાં નિષ્ફળ રહેલી છે. જેથી, ટ્રાયલ કોર્ટે જે હુકમ કરેલો છે તે અયોગ્ય છે. બંધારણની કલમ 361(3) હેઠળ પણ તેમને સંરક્ષણ અપાયેલુ છે, જેથી ટ્રાયલ કોર્ટને તેમની સામે કેસ ચલાવી શકે નહીં. આ કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી મેઘા પાટકરે અલગ અલગ કારણોસર 94 વખત મુદત માગેલી છે. તેમની સામેના ટ્રાયલની કાર્યવાહી પાછળ મલીન ઈરાદો રહેલો છે.