Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બદનક્ષીના કેસનો મામલો - ગુજરાત યુનિવર્સિટી એ સરકારી સંસ્થા છે અને સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. તેથી સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહી

બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટની પ્રોસીડીંગ્સને પડકારતી રિવીઝન અરજીની આજે નવા જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આપના નેતાઓએ રજૂઆત કરી હતી કે, ગુજરાત યુનિવર્સિટી એ સરકારી સંસ્થા છે અને સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. તેથી સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહી. આગામી દિવસોમાં સરકાર અને ફરિયાદપક્ષ પોતાની રજૂઆત કરશે. આ કેસની વધુ સુનાવણી આઠ સપ્ટેમ્બરે હાથ ધરાશે.

અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ દ્વારા આ કેસમાં અરજદારો  વિરૂદ્ધ બિલકુલ ખોટી રીતે સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ માટેના કારણો જે આપવામાં આવ્યા છે, તે પણ યોગ્ય નથી. સૌથી અગત્યનું કે, ફરિયાદી ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારે બદનક્ષીનો દાવો કરી શકે જ નહી કારણ કે, ગુજરાત યુનિવર્સિટી એ સરકારી સંસ્થા છે અને તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહી. એટલું જ નહી, યુનિવર્સિટીએ બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પુરાવા પણ રજૂ કર્યા નથી. જે વીડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરાયો છે, તેની પણ અધિકૃત ચકાસણી કરવામાં આવી નથી. આપના બંને અરજદાર નેતાઓના ટ્વીટર હેન્ડલ પણ વેરીફાય કરવામાં આવ્યા નથી. આ કેસમાં જે સાક્ષીઓ રજૂ થયા છે તે ગુજરાત યુનિવર્સિટીના પોતાના જ છે, તેથી તેમની વિશ્વસનીયતા અને સ્વતંત્રતા પર પણ સવાલ ઉઠે છે. આપના નેતાઓ તરફથી એવો પણ સવાલ ઉઠાવાયો  કે, ચોમાસાની ઋતુમાં વરસાદ દરમ્યાન શહેરના રસ્તાઓ ખરાબ થઇ જાય અને જો નાગરિકો એએમસી કે ઓથોરીટીને વખોડે કે નિંદા કરે તો શું ઓથોરીટી નાગરિકો પર માનહાનિ કે બદનક્ષીનો દાવો કરે છે ? એક વ્યકિત બીજા વ્યકિત પર માનહાનિ દાવો કરી શકે પરંતુ સ્ટેટ કોઇ વ્યકિત પર માનહાનિ દાવો  કરી શકે નહી.

આ પણ વાંચો : હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય માહિતી આયોગે સુનાવણી સમયે મોબાઈલ રાખવા