Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ સાથે સાથે ગુજરાતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસોમાં ખૂબ જ મોટો વધારો આવ્યો છે. ત્યારે મૂળ કારણ મોબાઈલ છે તેવું પણ આંકડાઓ પરથી સામે આવ્યું છે.

મહિલાઓની સુરક્ષામાં શરુ કરવામાં આવેલ હેલ્પલાઈન અભયમ 181 આ પ્રકારના કેસો સામે આવી રહ્યાં છે, અને તે બધા વધારે પડતાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસો છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસોમાં પણ અઢી ગણો વધારો જોવા મળ્યો છે. આ ફક્ત અમદાવાદના આંકડા છે. હજી પૂરા ગુજરાતના આંકડા તો વધારે હોઈ શકે છે. અમદાવાદ સાથેના ગુજરાતના અન્ય મોટા શહેરોમાં મહિલાઓ અભયમ હેલ્પલાઈન પર ફોન કરી પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને તેના સંબંધિત હિંસાની ફરીયાદો કરી રહી છે. મોબાઈલને લીધે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની શંકાઓ પણ વધી રહી છે. તેને કારણે ઘરેલુ ઝગડાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. અભમયમને ઘણા બધા અલગ અલગ પ્રકારના કેસ મળ્યાં છે.

મહિલાએ આખી રાત જોયો પતિનો મોબાઈલ

આ કેસમાં હાજર રહેલ એક કાઉન્સેલરે જણાવ્યું કે એક કેસમાં પતિ સુઈ ગયા પછી તેના પત્નીએ તેનો ફોન લઈ આખી રાત તેના તમામ સંદેશાઓ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વીડિયો વપરાશનો ઇતિહાસ અને કોલ લોગ્સ ચેક કર્યું હતું. કાઉન્સેલરે વધુમાં જણાવ્યું કે, તેણે કહ્યું કે તેની પત્નીને એક મહિનાથી પૂરતી ઊંઘ મળી રહી ન હતી કેમ કે તે આખી રાત ફોનમાં ફંફોસતી હતી. પછી સવારમાં આ વાતે ઝગડો કરતી હતી.

ગુજરાતમાંથી મહિને 750 જેટલા કોલ

આવા જ અનેક કિસ્સા છે. ત્યારે અભયમ હેલ્પલાઈનના ડેટા એમ  સૂચવે છે કે, લગ્નેતર સંબંધોને લગતા તકલીફ ભરેલા કોલ્સ છેલ્લા પાંચ વર્ષમાં 2.5 ગણા વધી ગયા છે. ત્યારે ગુજરાતમાંથી દર મહિને 750 જેટલા કોલ આવે છે. જ્યારે ડોમેસ્ટિક વાયોલન્સ અને સતામણી પછી આ હેલ્પલાઈન પર ફોન કરવાનું ત્રીજું સૌથી સામાન્ય કારણ હતું.

હેલ્પલાઇનના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની પટેલ

હેલ્પલાઇનના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની પટેલે કહ્યું કે, અમારી પાસે એવા ઘણા બધા કિસ્સાઓ છે, જેમાં મહિલાઓ વારંવાર તપાસ હેઠળ હોય છે. તેમના જીવનસાથીઓ તેમને પૂછે છે કે ઓફિસના સમય પછી પુરુષ સહકર્મીના કોલ કેમ આવી રહ્યા છે. તેઓએ વોટ્સએપ પર કોઈ અન્યની સાથે ચેટ પણ કેમ કરી અથવા તેણે સોશિયલ મીડિયા પર પુરુષ કર્મચારીની પોસ્ટ કે લાઈક કરી કે કોઈ કોમેન્ટ કરી હોય. ત્યારે હવે પુરુષોને પણ પત્નીઓ પર શક પડી રહ્યો છે. આ બધું જ મોબાઈલના કારણે જ બની રહ્યું છે. કોરોનાના સમયે જ્યારે વર્ક ફ્રોમ હોમ સામાન્ય બાબત બની ગઈ હતી ત્યારે લગ્નેતર સંબંધોના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા. ઘણા કિસ્સાઓમાં પતિ અને પત્નીને પહેલા શંકા થાય, પછીથી વળગણ જે પાછળથી પાકી શંકામાં ફેરવાય જાય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાની ભારે દહેશત, AMCએ શરૂ કર્યા કોવિડ ટેસ્ટ