Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતીઓ એટલે હરવા ફરવાના શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસના ક્ષેત્રમાં સૌથી વધુ ચમકતા તારા સમાન છે. દર વર્ષે કોઈપણ તહેવાર હોય તો સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. આમ ગુજરાતની ચમકમાં વધારો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલે રજૂ કર્યો છે.

2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા

નર્મદામા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વનર્મદામા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો વર્ષ 2023માં 50 લાખને પાર પહોંચ્યો છે. હજુ પણ આ વર્ષનો આજનો અને આવતીકાલનો દિવસ બાકી છે ત્યારે 29મી ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હોવાની માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.

ક્યાં વર્ષમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી

વર્ષ 2018માં 4,53,020, વર્ષ 2019માં 27,45,474, વર્ષ 2020માં 12,81,582, વર્ષ 2021માં 34,32,034, વર્ષ 2022માં 45,84,789, વર્ષ 2023માં 50,29,147 (તા. 29/12/2023 સુધી) પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

પ્રવાસી વધવાના મુખ્ય કારણો શું હોઈ શકે ?

મળતી માહિતી મુજબ 23મી ડિસેમ્બર 2023થી અત્યાર સુધી 4 લાખ કરતા પણ વધારે પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસી વધવાના મુખ્ય કારણો કેટલાક સામે આવ્યા છે. પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો પણ છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયેલો છે. સાથે સાથ રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે. જે સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : લોકોસભાની ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને ભેટ, મેટ્રો ટ્રેન પ્રોયગિક ધોરણે ચાલું કરે તેવી શક્યતા