Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરત મહાનગરપાલિકાએ બનાવેલા કેટલાક કોમ્યુનિટી હોલની દેખરેખ ન રખાતી હોવાને કારણે ભાડે લેનાર માટે આ હોલ આફતરૂપ બની રહ્યા છે. લોકો ઓછા ભાડાને કારણે હોલનું બુકિંગ કરાવી દે છે. પરંતુ કેટલાક કોમ્યુનિટી હોલમાં ભારે ગંદકી અને તોડફોડ સહિત અનેક સમસ્યા હોવાથી મારે લેનાર વ્યક્તિની હાલત કફોડી થઈ જાય છે. આવા કોમ્યુનિટી હોલમાં પ્રસંગ ઉજવણી ભાડે લેનાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે.

સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે પાલિકાએ બનાવેલા કોમ્યુનિટી હોલ આશીર્વાદ સમાન છે. પરંતુ પાલિકા દ્વારા આ કોમ્યુનિટી હોલની યોગ્ય માવજત ન થતી હોવાને કારણે કોમ્યુનિટી હોલ અને સમસ્યાનો ભંડાર બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારમાં પુણાનો કોમ્યુનિટી હોલ ભાડે લેનારા માટે આફતરૂપ બની રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્યુનિટી હોલની હાલત કફોડી છે, યોગ્ય માવજત ન થતી હોવાને કારણે મોલમાં અનેક જગ્યાએ ગંદકીના ઢગલા છે. તો કોમ્યુનિટી હોલના સંડાશ બાથરૂમનો ઉપયોગ કરવો લોકો માટે મુશ્કેલ બની રહ્યો છે. હાલમાં જ પુણા કોમેડી હોલની મુલાકાત લેનારે એવી ફરિયાદ કરી છે કે લોકોની વેરાની કમાણીથી પાલિકા હોલ તો બનાવે છે. પણ તેની જાળવણી યોગ્ય રીતે કરતી ન હોવાથી આવા કોમ્યુનિટી હોલ લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે. 

પાલિકાના કોમ્યુનીટી હોલનું બુકીંગ કરનારા કહે છે કે હોલ ભાડે લેવામાં આવ્યો ત્યારે લાઈટ બંધ હાલતમાં હતી અને પંખા ચાલતા ન હતા. આટલું જ નહી પરંતુ પાણીની સુવિધા માટે ઈલેક્ટ્રીક મોટર છે તે પણ બળેલી હાલતમાં છે તેના કારણે હોલમાં પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડી રહ્યો છે. અહી જે ટોઈલેટ છે તેના કારણે જાહેર ટોઈલેટ હોય તે પણ સારી હાલતમાં હોય છે. અહી હોલ બુક કરાવનારા એ પહેલા સફાઈ કરાવવી પડે છે ત્યારપછી જ તેનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. 

પાલિકાના કોમ્યુનીટી હોલની આવી બદતર હાલત છે તેની ફરિયાદ કરવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ હાજર નથી. આવી સ્થિતિમાં હોલ ભાડે લેનારાઓએ જ હોલનું રીપેરીંગ સાથે સફાઈ કરાવવી પડી રહી છે. બહારથી લાઈટ રીપેર કરવા માટે બોલાવાવમા આવે છે પણ સીડી ન હોવાથી રીપેરીંગ થઈ શકતું નથી. આવી સ્થિતિ હોવાના કારણે પાલિકાના કોમ્યુનીટી હોલ ભાડે લેનારાઓએ હોલ ભાડે લેવા પહેલા હોલની હાલત જોવી જરુરી જણાય છે. જો પાલિકા હોલ ભાડે લેનારાઓને સફાઈ કે સુવિધા આપી શકતી ન હોય તો લોકો પાસે ભાડું વસુલ કરવું ન જોઈએ તેવી માગણી લોકો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કલ્પચરનું 29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કાર્ય પૂર્ણતાના આરે