Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સાળંગપુરમાં હનુમાન દાદાને એક એક કિલોના બે પ્યોર સોનાના હીરાજડિત મુગટ અને કુંડળ સંતાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા છે.

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા 175માં શતામૃત મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું છે. કિંગ ઓફ સાળંગપુરના પટાગણમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ હનુમાનજી દાદાના જીવન ચિત્ર પર આધારિત થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ મનમોહક હતું. તેમજ દાદાને એક એક કિલોના બે પ્યોર સોનાના હીરાજડિત મુગટ અને સોનાના કુંડળ સંતાનોના હસ્તે અર્પણ કરાવવાનું આયોજન કરાયું હતું.

આ મુગટની વિશેષતા

જણાવીએ કે, આ સુરતના ભંડારી પરિવાર દ્વારા બનાવડાવેલો દાદાનો મુગટ છે. આ ભવ્ય મુગટમાં ગદા, કળા કરતા મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરવામાં આવી છે. આ સોનાના મુગટમાં અને કુંડળમાં 7200 ડાયમંડ લગાવવામાં આવ્યા છે.

મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય આયોજન

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરાયાને 175 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. જેથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કિંગ ઓફ સાળગપુરના પટાગણમા ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું હતું. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા આ પ્રસંગે  ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ હનુમાનજી દાદાના જીવન ચિત્ર પર આધારિત થ્રીડી શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગાંધીનગર નજીક કાર ચાલકે ગુમાવ્યો કાબૂ અને 5 લોકોના થયા મોત