Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

'ધ લિવિંગ નોસ્ટ્રાડેમસ' તરીકે ઓળખાતા બ્રાઝિલના 37 વર્ષીય એથોસ સાલોમે કેટલીક ડરવી દેનારી ભવિષ્યવાણીઓ કરી છે. તેણે ચેતવણી આપી છે કે આ વર્ષના અંત સુધીમાં ખૂબ જ ખરાબ થઈ શકે છે. સાલોમે અગાઉ કોરોના વાયરસ યુક્રેન સામે યુદ્ધ અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી. જે બધું સાચું પડ્યું હતું. તેમની સરખામણી 16મી સદીના પ્રખ્યાત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ સાથે કરવામાં આવે છે. 

દુનિયામાં પૂર અને ભૂકંપની સ્થિતિ સર્જાઈ શકે છે

આ વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં આવી શકે છે પૂર અને ભૂકંપ એથોસ સાલોમે કહ્યું છે કે 2023ના અંત પહેલા દુનિયામાં કુદરતી આપતીઓ આવી શકે છે. જો કે તેમણે કરેલી ભવિષ્યવાણી કોઈ પથ્થરની લકીર નથી કે કોઈ ડર ફેલાવવાનો ઈરાદો પણ નથી. પરંતુ તેમની ભવિષ્યવાણીમાં ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષના અંત સુધીમાં દુનિયામાં પૂર અને ભૂકંપની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થશે?

એથોસે જણાવ્યું કે સૌથી વધુ પ્રભાવિત પેસિફિક રિંગ ઓફ ફાયરનો વિસ્તાર થશે. તેને દાવો કર્યો કે ઈન્ડોનેશિયાના જાવા ટાપુ અને ઉત્તરી કેલિફોર્નિયા અને દક્ષિણ બ્રિટિશ કોલંબિયા વચ્ચેના વિસ્તારમાં મોટાપાયે વિનાસ થઈ શકે છે. આ વિસ્તારોના લોકોને ખતરનાક જ્વાળામુખી અને તીવ્ર ભૂકંપનો સામનો કરવો પડશે. 

ફિલિપિન્સ અને થાઈલેન્ડમાં શું થશે?

તેમની ભવિષ્યવાણી મુજબ ચક્રવાત અને તોફાન ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ જેવા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. જ્યારે મેક્સિકોના અખાત અને ફ્લોરિડામાં હરિકેનનું જોખમ વધવાની આશંકા છે. બ્રાઝીલ, ગંગા અને મેકોંગ નદી ડેલ્ટા જેવા વિસ્તારોમાં ભારે વરસાદનો ભય જોઈ શકાશે, જે ગંભીર પૂરતું કારણ બની શકે છે. એથોસે જણાવ્યું કે હવેથી આ વિસ્તારોમાં બચાવ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

દુનિયા ઝોમ્બીસ પણ જોશે 

એક વાત એવી પણ છે કે તેમની દરેક ભવિષ્યવાણી સાચી પણ નથી પડતી. આ પહેલા તેમણે 2022માં દુનિયા ઝોમ્બીસ પણ જોશે. તેમજ તેમને એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે 2023માં બાઈબલમાંથી કોઈ શેતાન પણ સામે આવશે. જો કે આવું કઈ થયું જ ન હતું. 

એથોસની ભવિષ્યવાણી પાછળ ચેતવણીનો હેતુ

એથોસે કહ્યું કે આવી ઘણી કુદરતી આફતોને રોકવા માટે હવે પગલાં લઈ શકાય છે. તેણે કહ્યું- 'મારો ઈરાદો સમાજમાં ભય પેદા કરવાનો નથી. તેમજ હું એવી પણ આશા રાખું છું કે ઘણી આગાહી કરેલી ઘટનાઓ સાચી ન થાય. હું ફક્ત ઇચ્છું છું કે મારી ચેતવણીઓ વાસ્તવમાં આપણા માટે એકઠા થઈને આપણી સુખાકારીને પ્રાથમિકતા આપવાનું કામ કરે.

આ પણ વાંચો: હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની અટકળો વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેને સંકેત આપ્યો