Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર  બાબતે જે લોકો આવતા હોય છે તે લોકોની જરૂરીયાતો સચવાય તે પણ હવે જરૂરી છે.

શહેરની ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં પણ હાલ ફેરફારો કરવાના નિર્ણય કરાયા છે. ત્યારે ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે તેમ જાણવા મળ્યું છે. આ મુદ્દો અત્યારે ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘરથી માંડીને રસ્તા સુધી અને રાજકારણના ક્ષેત્રે પણ મુદ્ગો ચર્ચામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ બાબતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટના મુદ્દે હવે વિચાર કરવામાં આવશે.

સરકારનો નિર્ણય મારી દ્રષ્ટીએ તો યોગ્ય નિર્ણય છે

આ ચર્ચાના ચકડોળે આ મુદ્દા બાબતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૂરીયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે જ બીજા દેશ અનેરાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય તે માટે સરકારનો નિર્ણય મારી દ્રષ્ટીએ યોગ્ય નિર્ણય છે.

અન્ય શહેરોમાં આવી છૂટ મળશે?

સુરત,મોરબી અને રાજકોટમાં પણ હવે માંગ ઉઠી છે કે તે અંગે પણ તેમણે જણાવ્યુ કે, અન્ય જગ્યાએ ઉઠેલી માગણી અંગે સરકાર હવે વિચારશે.

ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ કરવાની મનાઈ

રાજ્ય સરકારે આપેલ માહિતી અનુસાર, ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ્સ,રેસ્ટોરાં કે ક્લબે ત્યાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે એફ.એલ.3 પરવાના મેળવવાના ફરજિયાત રહેશે. વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનારા એકમ દારૂ પીવડાવી શકશે પણ તેનું વેચાણ નહીં કરી શકે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

નોંધનીયી વાત એ છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલ એફ.એલ.3 પરવાના ધરાવતા એકમોનું ખાસ કરીને નિરીક્ષણ કરશે. જે દારૂની આયાત,સંગ્રહ અને કેટલો દારૂ પીરસાયો તે અંગેની તમામ બાબતોની દેખરેખ રાખવાનું કાર્ય કરશે.