Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અહેવાલ મુજબ, ઈરાનના ઓપરેશનનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોહ-સબ્ઝ (ગ્રીન માઉન્ટેન) તરીકે ઓળખાતો વિસ્તાર હતો.

ઈરાને ગઈકાલે (16 જાન્યુઆરી) મધરાતે લગભગ 2 વાગ્યે પાડોશી દેશ પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યું હતું. ઈરાને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. જોકે, આ દરમિયાન બે બાળકોના મોત થયા હતા અને બે મહિલા અને એક બાળકીને ઈજા થઈ હતી. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો છ ડ્રોન અને અનેક મિસાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો. જૈશ અલ-અદલ જૂથે પણ ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે.

ઈરાનના હુમલા પર, પાકિસ્તાને પાડોશી દેશ દ્વારા તેના એરસ્પેસના ઉલ્લંઘનની સખત નિંદા કરી અને ચેતવણી આપી કે આવા પગલાના ગંભીર પરિણામો આવી શકે છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે પાડોશી દેશ પાકિસ્તાને દેશમાં ઘૂસીને હવાઈ હુમલો કર્યો હોય. વર્ષ 2019ની શરૂઆતમાં, ભારતે પણ એલઓસી પાર કરીને પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પુલવામા હુમલાના જવાબમાં ભારતે બાલાકોટ પર હુમલો કર્યો હતો.

ઈરાને શા માટે હુમલો કર્યો?

ઈરાનના ઓપરેશનનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોહ-સબઝ (ગ્રીન માઉન્ટેન) તરીકે ઓળખાતો વિસ્તાર હતો, ઈરાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. આ વિસ્તાર જૈશ અલ-અદલ આતંકવાદીઓના સૌથી મોટા કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે. જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી જૂથ છે જે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી તેની પ્રવૃત્તિઓ કરે છે.

ઈરાનના મીડિયા અનુસાર, ઈરાનના દક્ષિણપૂર્વમાં સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના રસ્ક શહેરમાં એક પોલીસ સ્ટેશન પર હુમલા માટે આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ જવાબદાર હતો. આ હુમલામાં ઈરાનના 11 પોલીસ જવાનો શહીદ થયા હતા.

આ પણ વાંચો : ચીન ફરી દુનિયાને વિનાશના માર્ગે લાવશે, ઉંદરો પર કરી રહ્યું છે કોવિડ જેવા જીવલેણ વાયરસનો પ્રયોગ