Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વિધાનસભાના ચોથા સત્રને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે  વિધાનસભાના ચોથા સત્રને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું નવું બજેટ સત્રનું કાર્ય શરૂ થશે.

 ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કરવામાં આવ્યું છે. તેથી ગુજરાત વિધાનસભાનું ચોથું બજેટ સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી એટલે કે સમગ્ર મહિના દરમ્યાન ચાલશે તેમ જાણકારી મળી છે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરવાની છે. જ્યારે આ વિધાનસભાના નવા બજેટ સત્રના કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે તેમ આયોજન કરવામાં આવ્યૂ છે.

વિધાનસભાના ચોથા બજેટ સત્રને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેથી વિધાનસભાના બજેટ સત્રને લઈને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના આ ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ તૈયાર કરવામાં આવેલ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેની રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. ચાર દિવસ આ બજેટ પર સામાન્ય ચર્ચાઓ કરવામાં આવશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર તેની ચર્ચા કરવામાં આવશે. આમ આ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમ્યાન વિધાનસભાનું સત્ર ચાલશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની ગઈ છે. વિધાનસભાની  કામગીરી ડિજિટલ રીતે ચાલે તેથી બધા જ ધારાસભ્યોને તાલીમો પણ આપવામાં આવી છે.

ત્યારે આ બજેટ સત્ર દરમિયાન બધા જ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછી શકશે. જે માટે તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો પણ વધુમાં વધુ ગૃહની કામગીરીઓ ઓનલાઇન માધ્યમથી કરે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.

આ પણ વાંચો : હવામાનને લઈને આગાહી,ખેડૂતોને પાક બચાવવા કહેવાયું