Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કચ્છી સુકામેવાથી પ્રખ્યાત કચ્છી ખારેકને જીઆઈ(GI) ટેગ મળ્યો છે. જીઆઈ-ટેગ સાથે કચ્છની દેશી ખારેકે ઇતિહાસ રચ્યો છે. કચ્છી ખારેકને નવી ઓળખ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ બની છે.

દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશનની માન્‍યતા મળી

ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉં અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ-જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી અને કચ્છની પ્રથમ ખેત પેદાશ બની છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થયેલ તે દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશનની માન્યતા મળી છે. કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી આશા બંધાઇ ગઈ છે.

“ઓફિસ ઓફ ધી કન્ટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્‍ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્‍યતા અપાઈ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્‍ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હેઠળની ચેન્નઇ સ્થિત “ઓફિસ ઓફ ધી કન્ટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્‍ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્‍યતા અપાઈ છે.

કચ્છ જિલ્લામાં ખેડૂતો વર્ષોથી ખારેકનું વાવેતર કરી રહ્યા છે

કચ્છ જિલ્લામાં વર્ષોથી ખેડૂતો ખારેકનું વાવેતર કરી રહ્યા છે. વર્ષો પહેલા કચ્છનાં મુન્દ્રા તાલુકો ખારેક માટેનું હબ માનવામાં આવતું હતુ. આજે કચ્છ મોટા ભાગના તાલુકાના ખેડૂતો ખારેકનું વાવેતર કરી રહ્યા છે. કચ્છની ફળદ્રુપ જમીન અને અહિનું વાતાવરણ ખારેક માટે અનુકુળ હોવાથી કચ્છી ખારેકમાં મીઠાશ હોય છે. કચ્છમાં ઉનાળો લાંબો ચાલે છે જેના કારણે ખારેક ગરમી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આથી ભારતમાં એકમાત્ર સૌથી સારી ખારેક માત્ર કચ્છ થાય છે. કચ્છની ખારેક નવી ઓળખ મળી છે. ખારેકને જીઆઈ ટેગ મળતા ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે અને કચ્છના ખેડૂતો વધુ સમૃધ્ધ થશે. 

આ પણ વાંચો: ગુજરાતીઓને ગોવામાં વાહન ભાડે લઈને ફરવાનો ક્રેઝ ભારે પડ્યો