Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી છે અને આ ઓફિસર છેલ્લા એક વર્ષથી તેમની કેદમાં છે. એ સમયે કર્મચારીઓ અલ દહરા નામની પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. આખરે કતાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ફાંસીની સજા મેળવનાર આ ભારતીયો પર શું છે આરોપ અને ભારત સરકારે આ મામલે શું કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તો આવો જાણીએ વધુ માહિતી.

કોણ છે આ 8 ભારતીય નૌસેનિક ?

2023 ઓગસ્ટમાં ધરપકડ કરાયેલા આ 8 ભારતીય નૌસેનિક, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વરિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નગપાલ અને નાવિક રાગેસ સામેલ છે અને આ દરેક અધિકારીઓનો ભારતીય નૌસેનામાં 20 વર્ષનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેઓએ સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્વપૂર્ણ પદ પર કામ પણ કર્યું છે.

વર્ષ 2019માં કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. જે વિદેશી ભારતીયોને આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે છે. તે સમયે, દાહો સ્થિત ભરતીય દુતાવાસે એક પોસ્ટમાં કહ્યું હતું કે કમાન્ડર તિવારીને પણ વિદેશમાં ભારતનું સન્માન વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એક કતારમાં શું કરતાં હતા ?

8 ભારતીય નાગરિકો એક પ્રાઈવેટ સર્વિસ પ્રોવાઇડર કંપની દહરા ગ્લોબલ ટેકનોલોજીસ એંડ કન્સલ્ટન્સી સર્વિસીસમાટે કામ કરે છે અને આ પ્રાઈવેટ કંપની રોયલ ઓમાની એરફોર્સના સેવાનિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની છે. તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને વર્ષે 2022 નવેમ્બરમાં છોડી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 31મી મેના રોજ આ કંપની બંધ થઈ ગઈ હતી. જેમાં 75 જેટલા ભારતીયો ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને મોટાભાગે નૌસેનાના ભૂતપૂર્વ ઓફિસર હતા અને કંપની બંધ થતા આ બધાને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.

શા માટે ધરપકડ કરવામાં આવી?

30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ન કતારના અધિકારીઓ દ્વારા કે ન દિલ્હી દ્વારા હજુ સુધી આ ભારતીય નાગરિકો વિરુદ્ધ આરોપોને હજુ સુધી જાહેર કર્યા નથી. મળતી માહિતી અનુસાર તેમની ગયા વર્ષે જાસૂસીના એક કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી 25 માર્ચના રોજ તેમના વિરુદ્ધ આરોપ લગાવીને તેમના પર કતાર કાયદા મુજબ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમજ તેમની જામીન અરજીઓ પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગુરુવારે કતારની કોર્ટે પહેલી જ હિયરીંગમાં તેમના વિરુદ્ધ ફાંસીનો ચુકાદો આપ્યો હતો.

ભારત સરકાર શું કરી રહી છે?

કતારની કોર્ટના નિર્યણ બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે આ કેસમાં ભારતીય ઓફિસરને આપવામાં આવલી ફાંસીની સજાથી ખુબ જ સ્તબ્ધ છે. તે આ કેસના વિસ્તૃત ચુકાદાની રાહ જોઈ રહ્યા છે અને મંત્રાલય તેમના પરિવારના સભ્યો અને લો ફર્મના સતત સંપર્કમાં છે. તે તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.

આ પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા પોતાના જ સૈનિકોને મારી રહ્યું છે, અમેરિકાએ કર્યો ચોંકાવનારો દાવો