Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

NGN દ્રારા કિરીટ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કિરીટ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, રાજકારણમાં ઊતાર ચઢાવ ચાલતો જ રહે છે. સત્તા કાયમી નથી હોતી. એક સમય હતો, જેમાં વિશ્વ હકુમતમાં અંગ્રેજ શાસનનો સૂરજ કાયમ હતો. કોગ્રેંસની જે નીતિ છે કોગ્રેસની જે પોલીસી છે તે ઉધોગપતિની નથી. આમ આદમી પાર્ટીની છે. અને 2022માં કોગ્રેંસે સારો દેખાવ કર્યો નથી. જેના કારણે કોગ્રેંસની 17 સીટ આવી છે. એટલે એવું ન માણી શકાય કે કોગ્રેંસે ટુટી ગઇ છે અને કોગ્રેંસ કશું નથી. અત્યારના ઈલેકશનમાં કર્ણાટકમાં કોગ્રેંસે સત્તા કાયમ રાખી છે. પરંતુ હવે મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ઇલેકશન આવશે. થોડા સમયમાં લોકસભાનું ઇલેકશન આવવાનું છે. તેમાં પણ ગુજરાતમાં કોગ્રેંસ મજબૂત રીતે આગળ આવવાનો પ્રયત્ન કરશે.

કિરીટ પટેલ રાજનીતિમાં કેવી રીતે આવ્યા

વધુમાં કિરીટ પટેલે કહ્યું કે, હું પેહલાથી રાજનીતિથી જોડાયેલો નથી. મારા પરિવારના કોઈપણ સંરપચ નથી. મારા દાદા -દાદી શિક્ષક હતા. પરંતુ અનામત આંદોલનમાં કોગ્રેંસે અમારી ઉપર ભરોસો કર્યો અને પાટણ વિસ્તારની જનતાએ મારા પર ભરોસો રાખ્યો અને મને વિજેતા બનાવ્યો. આંદોલનમાં જે શહિદ થયા તેમને ભાજપ સરકારે નોકરી આપવાનો વાયદો કર્યો હતો અને કેસ પાછા લેવાનો ભરોસો અપાવ્યો હતો. અમે વિધાનસભામાં પણ આ મુદ્દે અમે લડતા હોય છે.

પાટણનો મુખ્ય મુદ્દો શું છે

પાટણ એ શૈક્ષણિક નગરી છે. પાટણની બે સમસ્યા હતી. જયારે આંનદીબેન પટેલ અહિયાના MLA હતા. ત્યારે પાટણ અને સરસ્વતીમાં જે પાણીની સમસ્યા હતી. તે આનંદીબેન પટેલે દુર કરી હતી. 50થી વધુ ગામ એવા હતા જેમાં પાણીની સમસ્યા હતી તેને આનંદીબેને દુર કરી હતી. 150 કરોડના ખર્ચ વિધાનસભામાં મજૂર કરાવીને ત્યાના લોકોને પાણી પિવાની સુવિધા અપાવી હતી. ત્યારે ખેડૂતો માટેની જે સમસ્યા હતી તેને પણ દૂર કરાવડાવી હતી. હજી અમારા બે મુદ્દા બાકી છે. જેમાં નોર્થ ગુજરાત યુનિર્વસીટીમાં એસસી અને એસટી વિધાર્થીઓ વધારે છે. તેમાં વિધાર્થીઓને ઓછા ખર્ચમાં એજયુકેશન મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં હાયર એજયુંકેશન મળી રહે તેના માટે આ યુનિવર્સીટી બનાવી હતી. પરંતુ તેમાં જે વિભાગો છે તે સેલ્ફાઈનાસ છે. તેમાં જ 3-4 વિભાગ જ ગ્રાન્ટેડ છે. આ બધા જ વિભાગ ગ્રાન્ટેડ બની જાય તેવા પ્ર્રયત્ન કરી રહ્યા છે. અમે મહેસાણા, પાટણ, બનાસકાંઠા વિસ્તારના વિધાર્થીઓને સારૂ ભણતર મળે તેના માટેના પ્રયત્ન કરી રહ્યા છે.


પટેલ સમાજ કોગ્રેસથી દૂર કેમ છે

તેમણે જણાવ્યું કે, પટેલ સમાજ જો કોગ્રેસથી દૂર હોત તો કેવી રીતે જીત મળત. પાર્ટીદાર સમાજ એક વેપારી સમાજ છે. તે દરેક પાર્ટી સાથે રહે છે. બીજેપી સાથે રહે છે. તે વધારે બિઝનેસ કરતાં હોય છે. બીજેપી એમ પણ ઇડી અને પોલીસની ધાકધમકી આપીને લોકોને હેરાન કરે છે. એટલે તે લોકો વધારે તેમની સાથે જોડાયેલા છે. ડરનું વાતાવરણ છે એટલા માટે પાટીદાર સમાજ કોગ્રેસથી વિમુખ છે.

કોગ્રેસની યોજનના શું છે

હવેના સમયે લોકસભાનું ઇલેકશન અને પંચાયતનું ઇલેકશન આવી રહ્યું છે. તેના પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેકશન આવી રહ્યું છે. જેમાં પાર્ટીદાર સમાજના લોકોને જોડવાની કોશિસ કરીશું અને કોગ્રેસ મંડળને પણ જોડવાની કોશિષ કરીશું.

 હાર્દિક પટેલથી લઇને દરેક બીજેપી નેતાઓ સાથે અમારી મિત્રતા પણ છે અને અમારી વાત પણ થાય છે. તે લોકો અમારા સંઘર્ષના સાથી છે. હાર્દિક પટેલ અને કિરીટ પટેલ બંને ઉપર પાર્ટીદાર આંદોલનમાં કેસ થયા હતા. એવું કેહવામાં આવે છે કે હાર્દિક પટેલ ઉપર કેસ હતા તેને પાછા લેવા માટે તે બીજેપીમાં જોડાયા છે. તો કિરીટભાઈને કેસથી ડર ના લાગ્યો. હું કાયદાનો જાણકાર છું એટલે મને ખબર છે કે કોઈપણ ગુનો કે ક્રાઈમ કર્યું હોય તો સજા મળી શકે છે. પરંતુ અમારા ઉપર જે કેસો છે તેમાં અમે કોઈ ગુનો નથી કર્યો. એ ખબર છે કે રાજકારણમાં દબાણને કારણે કેસ થતા હોય છે. એમ પણ મારા ઉપર 20 થી વધુ કેસની એફઆઈઆર થઈ હતી. આંદોલનના સમયે પણ કેસ થયા હતા. પરંતુ  5-6 કેસમાં હાઈકોર્ટને સ્ટે આપ્યો છે. બીજા 2-3 કેસમાં પોલીસે એફઆઈઆર પાછી લીધી હતી. જયારે 3-4 કેસમાં કોર્ટ મને નિર્દોષ જાહેર કર્યો હતો.

5 વર્ષ પછીની ભવિષ્યવાણી નેતાજીની

પાંચ વર્ષ પછી પણ અમે જનતાની વચ્ચે જ રહેવાના છે. તેમણે કહ્યું કે, હું લોકસભાનું ઇલેકશન નથી લડવાનો. પાટણની જનતા વચ્ચે જ છું અને હમેશા રહીશ.

આ પણ વાંચો : પ્રથમ વાર 1982માં મે બુથના કાર્યકતા તરીકે કામ કર્યું : MLA જિતેન્દ્ર પટેલે