Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા  4 મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેમનુ વિમાન વિદેશી ધરતી પર ખરાબ થઈ ગયુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જી20 દરમિયાન ટ્રુડોનું વિમાન ભારતમાં ખરાબ થઈ ગયુ હતુ જેના કારણે કેનેડાના પીએમને બે દિવસ વધુ ભારતમાં રહેવુ પડ્યુ હતુ. 

રજા ગાળીને પરત ફરી રહ્યા હતા ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન 26 ડિસેમ્બરે ફેમિલીની સાથે રજા ગાળવા માટે જમૈકા ગયા હતા. ત્યાં તેઓ પોતાના પરિવારની સાથે એક રિસોર્ટમાં રોકાયા હતા પરંતુ ગુરુવારે જ્યારે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમના વિમાનમાં ખામી સર્જાઈ. આ કારણે તેમને એક દિવસ સુધી જમૈકામાં રોકાવુ પડ્યુ. રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગે એક બીજુ વિમાન જમૈકા મોકલ્યુ છે. 

ટ્રુડોનું વિમાન કેટલુ જૂનું?

ટ્રુડોનું વર્તમાન વિમાન 36 વર્ષ જૂનું છે. ઓક્ટોબર 2016માં આ ઉડાન ભર્યાના અડધો કલાક પછી ઓટાવા પાછુ ફર્યું. ટ્રુડો તે સમયે બેલ્જિયમના પ્રવાસે હતા.

આ પણ વાંચો: ટ્રુડોનું પ્લેન ફરી ખરાબ થયું, 4 મહિનામાં બીજી વખત કેનેડાના વડાપ્રધાનનું પ્લેન થયું ખરાબ