Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- મૃતકોમાં બે બાળકો અને પિતાનો સમાવેશ

- આ દુર્ઘટના બાદ તંત્રએ કાર્યવાહી ન કરતા આઘાતમાં ડુબેલી માતાએ પણ આપઘાત કરેલો

અમદાવાદ: જુનાગઢમાં જુલાઈ માસમાં કડિયાવાડ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા, એક જ કુટુંબ ના 3 લોકોના આ ઇમારતમાં દબાઈ જવાથી મૃત્યુ થયા હતા. મૃતકોમાં પિતા સહિત બે બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ, જવાબદાર લોકો સામે પગલા લેવાની માગ સાથે મૃતક બાળકોની માતાએ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરને રજૂઆત કરેલી. જો કે, કોઈ કાર્યવાહી ન થતા આ કેસમાં પીડિત પરિવાર દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બાદ જૂનાગઢના મેયર અને ડેપ્યુટી મેયર દ્વારા પણ સ્વીકારવામાં આવેલુ કે આ દુર્ઘટનામાં ક્યાંકને ક્યાંક કોઈ ભૂલ છે. આ દુર્ઘટનામાં અનુસુચિત જાતિના એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યાર બાદ જવાબદારો સામે તંત્રએ કોઈ પગલા લેવાની કાર્યવાહી ન કરતા મૃતક બાળકોની માતાએ પણ ત્રસ્ત થઈને આપઘાત કર્યો છે. મૃતકોના પરિવારજનોએ તમામ વહીવટી વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે આઈપીસીની કલમ 304, 306 મુજબ ગુનો નોંધવાની રજૂઆતો કરેલ છે. જો કે, તંત્ર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ બાબતમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા એસપી અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવેલી છે.