Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જુનાગઢ તોડકાંડના પીઆઈ તરલ ભટ્ટની આગોતરા જામીન અંગેની સુનાવણી ટળી છે. જેમાં 6મી ફેબ્રુઆરીના રોજ પીઆઈ તરલ ભટ્ટની અરજી પર સુનાવણી થશે અને સેશન્સ કોર્ટના જજ રજા ઉપર હોવાથી સુનાવણી ટળી છે. પીઆઈ તરલ ભટ્ટ નિર્દોષ, ખોટી રીતે ફસાવ્યાની દલીલ હતી. તથા પીઆઈ તરલ ભટ્ટની દલીલો અંગે ચકાસણી કરવામાં આવશે. ASI દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતા છે.

જુનાગઢના પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલી વધારો

જુનાગઢના પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં માણાવદર ન્યૂડ કોલ કેસની તપાસ ફરી થશે. પીઆઈ તરલ ભટ્ટ દ્વારા કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી અને બે આરોપીના એકાઉન્ટમાં મસમોટી રકમ હતી. IG નિલેશ જાજડિયાએ પુનઃ તપાસના આદેશ આપ્યા છે. કેશોદના DYSP ઠક્કરને તપાસ સોંપવામાં આવી છે. 17 જુને દડવા ગામે યુવકે આપઘાત કર્યો હતો.

તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી

જુનાગઢ તોડકાંડ મામલે એટીએસની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં ATSએ આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા આસપાસના લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. ત્યારે પીઆઈ તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત પણ શરૂ થઇ છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે અને ત્યારે તોડકાંડ મામલામાં એટીએસએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  સુરત પાલિકા ડીજીટલ ગર્વનન્સનો ઉપયોગ કરશે, હવે હયાતી પ્રમાણપત્ર માટે કચેરી આવવું પડશે નહી