Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ કેસમાં કોઈ સીધી ભૂમિકા નથી - અરજદાર

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલો

ઓરેવા ગૃપના જયસુખ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી

ભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે પાંચ આરોપીઓના જામીન મંજૂર કરેલા છે.

મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાના કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગૃપના સંચાલક જયસુખ પટેલે હાઈકોર્ટમાં કાયમી જામીન અરજી ફાઈલ કરી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, તે છેલ્લા ઘણા સમયથી જેલમાં છેઆ કેસમાં તેમની કોઈ સીધી ભૂમિકા કે સંડોવણી નથી, તેમણે પીડિતો માટેની વળતરની પૂરતી અને યોગ્ય રકમ જમા કરાવી દીધી છે, કેસમાં તપાસ પૂર્ણ થઈ ચુકી છે, હવે તેમને જેલમાં રાખવાનો કોઈ હેતુ નથી. જેથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. તેઓ જામીન અંગેની તમામ શરતોનું પાલન કરશે.

મહત્વનુ છે કે ભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે કુલ પાંચ આરોપીઓના જામીન મંજૂર કરેલા છે. આ દુર્ઘટના બન્યાના લાંબા સમયથી સુધી અરજદાર જયસુખ પટેલ પોલીસની પકડથી દૂર હતા અને તે છુપાતા ફરતા હતા. તેમણે આ વર્ષની શરૂઆતમાં કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યુ હતુ.

કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે ઓક્ટોબરના અંતમાં દિવાળી બાદ, મોરબીનો ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના ઘટેલી હતી. જેમાં 134 જેટલા નિર્દોષ લોકોના મોત થયેલા અને આ મુદ્દા પર હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી પણ દાખલ કરેલી છે. જેમાં, હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારે અને તંત્રએ બેદરકારી દાખવવા બદલ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરેલી છે અને જવાબદાર કંપનીના માલિક અને અન્ય આરોપીઓની ધરપકડ કરેલી છે. આ કેસમાં હાઈકોર્ટના કડક વલણ બાદ, અરજદારે કુલ રૂ. ૧૪.૬૨ કરોડ જેટલી રકમ પીડિતોના વળતર માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી હતી. હાઇકોર્ટે વળતરની આ રકમ પિડીતોના પરિવારજનોને ચૂકવી આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો