Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- બ્રિટિશ કાળમાં લોકો કહેતા દેશમાં ત્રણ દાદા છે, હનુમાન દાદા, ગણપતિ દાદા અને પોલીસ દાદા – હાઈકોર્ટ

- દેશ આઝાદ થયો છે અને કાયદાનુ શાસન છે, ત્યારે શું પોલીસ હજુ પણ આ ભુમિકામાં છ?

- પોલીસ કેસમાં તપાસ કરે, પરંતુ અરજદારોની ધરપકડ ન કરે – હાઈકોર્ટ

- માર મારવા માટે જવાબદાર પોલીસ કર્મી સામેની ફરિયાદ એસપીએ જોઈ છે ખરી?

Gujarat: જામનગર જિલ્લાના કાલાવાડના એક ગામમાં જેટકો કંપની અને ખેડુત વચ્ચે થયેલા વિવાદમાં થયેલી ફરિયાદને રદ કરવા માટે થયેલી અરજીમાં હાઈકોર્ટે જામનગર એસપીને નોટિસ પાઠવી છે અને પોલીસ એટ્રોસિટી સંદર્ભે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે પોલીસ આ કેસમાં તપાસ ચાલુ રાખે પરંતુ અરજદારોની ધરપકડ કરે નહીં. આ ઉપરાંત, પિડીતોને વળતર આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી સાત જુલાઈએ હાથ ધરાશે.

આ કેસમાં પોલીસ પર આક્ષેપ છે કે, તેણે ખેડુત પરિવારના એક વ્યક્તિ અને સગીરને માર માર્યો છે. આ મુદ્દે સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢતા કહેલુ કે શું એસપીની ઓફિસ એ કોઈ પોસ્ટ ઓફિસ છે, જ્યાં કોઈપણ અરજી આવે એટલે સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈને મોકલી આપવાની. હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, બ્રિટિશ કાળમાં લોકમુખે એવુ કહેવાતુ કે, દેશમાં ત્રણ દાદા છે. હનુમાન દાદા, ગણપતિ દાદા અને પોલીસ દાદા. હવે તો દેશ આઝાદ થયેલો છે અને કાયદાનુ શાસન છે. તો પછી પોલીસનુ આવુ વલણ કેમ? શું પોલીસ હજુ પણ આ ભૂમિકામાં છે?   

હાઈકોર્ટે સરકારને એ પણ સવાલ કરેલો કે, પોલીસે આ લોકોને માર માર્યો છે, તેના ફોટા અને વિડીયો જોયા છે ખરા? અરજદારે જે હોસ્પિટલમાં સારવાર લીધી છે, તેની મેડિકલ તપાસનો રિપોર્ટ જોયો છે ખરા? આ અંગે ડીએસપી ઓફિસને ફરિયાદ કરાયેલી છે. શુ એસપીએ આ કેસ જોયો છે ખરા? સગીરને શરીરના જે ભાગ પર મારવામાં આવેલુ છે, તેના પરથી જણાય છે , પોલીસ દ્વારા જ આ માર મારવામાં આવ્યો હશે.

હાઈકોર્ટે જામનગર પોલીસને એ પણ કહેલુ કે આ કેસમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી તે વાત સમજી શકાય છે, પરંતુ પોલીસ સગીરને ક્યાં આધારે માર્યો?  એસપીએ જવાબદાર પોલીસ કર્મચારી સામે પગલા લીધા છે ખરા?

કેસની વિગત જોઈએ તો, અરજદારના વકીલના મતે, જામનગર જિલ્લાના એક ગામમાં જેટકો દ્વારા અરજદારના ખેતરમાં વીજપોલ નાખવામાં આવતો હતો, જેનો અરજદારે વિરોધ કરેલો અને આ સમયે અરજદાર અને જેટકોના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને પછી મારામારી થયેલી. આ કેસમાં અરજદાર અને અન્ય સામે પોલીસ ફરિયાદ થયેલી. જેમાં, પોલીસે સગીર સહિત એક વ્યક્તિને માર મારેલો, આ સંદર્ભે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે એસપી ઓફિસમાં ફરિયાદ કરાયેલી. જો કે, તેમાં કોઈ કાર્યવાહી ન થતા આ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરાયેલી. જેમાં, હાઈકોર્ટે સરકાર અને જામગનર એસપીને નોટિસ આપેલી અને એસપીને હાજર રહેવા પણ નિર્દેશ આપ્યા હતા.