Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાલમાં જ થોડા દિવસ પહેલા જ ભારતની મુલાકાતે આવેલા ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમના પાર્ટનરથી અલગ થયા છે. જે અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. મેલોનીએ તેની પોસ્ટમાં લખ્યું કે, 'અમે બંનેએ સાથે વિતાવેલા અદ્ભુત વર્ષો માટે હું તેનો ખૂબ આભાર માનું છું. અમે બંને જે પણ મુશ્કેલીઓમાંથી પસાર થયાં હતા તેમાં મારી સાથે રહેવા અને મારા જીવનની સૌથી મહત્વની વ્યક્તિ, પુત્રી જેનેવરા આપવા માટે હું તેમનો ખૂબ જ આભાર માનું છું. પીએમએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરી છે. બંન્નેને સાત વર્ષની પુત્રી છે. 

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેના પત્રકાર પાર્ટનર એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થઈ છે. મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે કે , એન્ડ્રીયા જિયામબ્રુનોની સાથે મારો સંબંધ હવે પુરો થઈ ગયો છે. અમે બંને આશરે 10 વર્ષ સુધી સાથે રહ્યા છીએ. 46 વર્ષીય ઈટાલીના વડાપ્રધાને કહ્યું હતું કે, કેટલાક સમયથી અમારો રસ્તો અલગ થયો છે. અને હવે તે સ્વીકારવાનો સમય પણ આવી ગયો છે.


તે લોકો લાંબા સમયથી લિવઈનમાં સાથે રહેતા હતા. તે બંનેને એક 7 વર્ષની પુત્રી પણ છે. મેલોનીએ લખ્યું કે અમે સાથે વિતાવેલા શાનદાર વર્ષો માટે તેનો ખૂબ અભાર માંનું છું. આ દરમિયાન મુશ્કેલ પરેશાનીઓમાંથી અમે પસાર થયા હતા. મારી સાથે રહેવા અને મારા જીવનની સૌથી મહત્વની વસ્તુ અમારી પુત્રી જેનેવરા આપવા બદલ હું તેનો આભાર માનું છું.

એક ટેલિવિઝન ચેનલ પર ફેમસ કાર્યક્રમની યજમાની કરનાર જિયામ્બ્રુ ઓગસ્ટ મહિનામાં વિવાદમાં સામે આવ્યો હતો. જ્યારે તેણે પોતાના શોમાં એવું સૂચન કર્યું કે મહિલાઓ વધુ પડતો દારૂ ન પીએ તો બળાત્કારથી બચી શકે છે.

આ વચ્ચે પોતાના પાર્ટનરની સાથેના સંબંધને લઈને કહ્યું હતું  કે, હું મારી મિત્રતાની રક્ષા તો કરીશ. મારી પુત્રીની પણ સાર સંભાળ રાખીશ જ. કારણ કે તે પોતાના માતા-પિતાને પ્રેમ કરે છે. 1977માં રોમમાં જન્મેલી મેલોની 15 વર્ષની જ હતી. જ્યારે ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટની યુવા શાખામાં તે સામેલ થઈ હતી. ત્યાં તેની મુલાકાત જિયામ્બ્રુનો સાથે 2015માં થઈ હતી. જ્યારે તે એક ટીવી શોમાં એક લેખકના રુપમાં કામ કરી રહ્યો હતો. આ શોમાં મેલોનીએ પણ ભાગ લીધો હતો. જિયામ્બ્રુનો જન્મ 1981 ના વર્ષમાં થયો હતો.