Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે છ અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધને ચાર દિવસ રોકવા માટે સમજૂતી થઈ હતી. આ સમયગાળા દરમિયાન ઈઝરાયેલની સેના ગાઝા પર હુમલો નહીં કરે. હમાસ 240 બંધકોમાંથી ઓછામાં ઓછા 50ને મુક્ત કરશે.

ઇઝરાયેલી કેબિનેટે અસ્થાયી યુદ્ધવિરામની આપી મંજૂરી 

7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા આતંકવાદી હુમલા પછી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા હિંસક સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. શાંતિ અને યુદ્ધવિરામની અપીલ વચ્ચે ઈઝરાયેલનું વલણ થોડું નરમ પડ્યું છે. ઇઝરાયેલી કેબિનેટે અસ્થાયી યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. આ નિર્ણયથી આશા જાગી છે કે ગાઝા પટ્ટીમાં બંધક બનેલા ડઝનબંધોને આઝાદી મળી શકે છે.

ચાર દિવસના કરાર પર મહોર મારી

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે છ અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધને ચાર દિવસ માટે રોકવા માટે સમજૂતી થઈ હતી. આ સમયગાળા દરમિયાન ઈઝરાયેલની સેના ગાઝા પર હુમલો નહીં કરે. હમાસ 240 બંધકોમાંથી ઓછામાં ઓછા 50બંધકોને મુક્ત કરશે. મુક્ત થનાર પ્રથમ કેદીઓ મહિલાઓ અને બાળકો હશે. પીએમ કહે છે કે સરકાર પોતાના લોકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે આ લક્ષ્‍યાંકને હાંસલ કરવાના પ્રથમ તબક્કા માટે માળખાને મંજૂરી પણ આપી છે.

ડીલમાં અન્ય કઈ વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે?

અલ જઝીરા મુજબ લગભગ 150 પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને ઇઝરાયેલની જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

વિદેશી નાગરિકોને મુખ્ય કરારમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવતું નથી, પરંતુ તેઓ હજુ અલગ ડીલનો ભાગ હોઈ શકે છે અને સંભવતઃ અસ્થાયી યુદ્ધવિરામ સમયગાળા દરમિયાન મુક્ત થઈ શકે છે.

લડાઈમાં વિરામ દરમિયાન દરરોજ દસ કેદીઓને મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે. એવું પણ નોંધવામાં આવ્યું છે કે ઇઝરાયેલ હમાસ દ્વારા મુક્ત કરાયેલા દરેક 10 વધુ અટકાયતીઓને એક વધારાનો દિવસ આરામ આપવા માટે તૈયાર છે.

ગાઝા પટ્ટીમાં બળતણ સહિત સહાયની લગભગ 300 જેટલી ટ્રકોને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: ઇન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી ધ્રુજી ઉઠી, 6.2ની તીવ્રતા નોંધાઈ