Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુને વધુ મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. ઈઝરાયેલની વાયુસેનાએ સીરિયાના સૈન્ય મથક પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં સીરિયન સૈનિકોના મોત થયા છે. તેમજ હુમલામાં સીરિયાના અન્ય સૈનિકો ઘાયલ પણ થયા છે. 

સીરિયાના દારા દેહત વિસ્તારમાં એક સૈન્ય મથક પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલામાં અનેક જવાનો શહીદ થયા છે. તેમજ મળતા અહેવાલ મુજબ સૈન્ય મથકો પણ નાશ પામ્યા હતા.

સીરિયાએ નિવેદન જારી કરતા પહેલા જ ઈઝરાયેલની સેનાએ પુષ્ટિ કરી હતી કે તેઓએ સીરિયામાં મિસાઈલ છોડી છે. IDF દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સીરિયા તરફથી ગોલાન હાઇટ્સ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. આ રોકેટથી ઈઝરાયેલને કોઈ ખાસ નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ થોડા સમય બાદ ઈઝરાયેલે જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા તે જગ્યાએ બોમ્બમારો કર્યો હતો. આ વિસ્તાર સીરિયન સેનાનું લશ્કરી મથક હતું.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ના ફાઇટર જેટ્સે સીરિયન સૈન્ય મથકોને નિશાન બનાવતી મિસાઇલો છોડી દીધી હતી અને સીરિયન લશ્કરી મથકોનો નાશ કર્યો હતો.

સીરિયાના સૈન્ય મથકને નષ્ટ કરતા પહેલા ઈઝરાયેલે પેલેસ્ટાઈનમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરી હતી. વાસ્તવમાં, ઇઝરાયેલના સૈનિકો પેલેસ્ટાઇનના જેનિન શહેરમાં બનેલા શરણાર્થી કેમ્પમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા ગયા હતા. તેમની ધરપકડ કર્યા બાદ ઈઝરાયેલના સૈનિકો આતંકવાદીઓ સાથે ઈઝરાયેલ આવી રહ્યા હતા. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

પેલેસ્ટાઈનના શરણાર્થી શિબિર પાસે થયેલા આ અચાનક ફાયરિંગ બાદ એકઠા થયેલા સૈનિકો જ નહીં, તેમની સાથે ઈઝરાયેલની વાયુસેનાના ફાઈટર જેટ્સે પણ હુમલાખોરો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં કોઈ ઈઝરાયેલ સૈનિક ઘાયલ થયો નથી.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)