Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવાઈ હુમલા બાદ ઈઝરાયેલ હવે ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યું છે. IDFએ ઉત્તર ગાઝાના લાખો નાગરિકોને દક્ષિણ ગાઝા તરફ જવાની ચેતવણી જારી કરી છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલની વાયુસેના હમાસના ટાર્ગેટને શોધી રહી છે અને તેનો નાશ કરી રહી છે. હવે ઈઝરાયેલ ગાઝાની અંદર જમીની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઈઝરાયલે ગાઝા બોર્ડર પાસે પોતાના સૈનિકો, ટેન્ક અને હથિયારો તૈનાત કર્યા છે. ગાઝા સરહદની નજીકથી આવી રહેલી તસ્વીરોમાં ટેન્કોને ગાઝા પટ્ટી તરફ ગોળીબાર કરતી સ્પષ્ટ જોઈ શકાય છે.

ઈઝરાયેલની સેના ગાઝા તરફ આગળ વધી રહી છે

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હમાસ પર હુમલો કરવા માટે ઈઝરાયેલની ગ્રાઉન્ડ ફોર્સ ગાઝા તરફ આગળ વધી રહી છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ઉત્તર ગાઝામાં રહેતા લોકોને સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ ગાઝા તરફ આગળ વધવાની ચેતવણી આપી હતી. ઈઝરાયેલી સૈન્યએ ઉત્તરી ગાઝાના લોકોને ચેતવણી આપી હતી કે, "જો તમે તમારી અને તમારા પરિવારની ચિંતા કરતા હો, તો દક્ષિણ ગાઝામાં જાવ. હમાસના નેતાઓ માત્ર પોતાની સંભાળ લઈ રહ્યા છે અને હુમલાના ડરથી છુપાઈ રહ્યા છે."

1,300 લોકો માર્યા ગયા - IDF

જો કે, ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલના પગલાને ખતરનાક અને અત્યંત પરેશાન કરનાર ગણાવીને ઈઝરાયેલને આ ચેતવણી પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

ઈઝરાયેલના સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, હમાસના આતંકવાદીઓ ગાઝામાં નાગરિકોને બંધક બનાવીને રાખે છે. IDF એ શનિવારે (ઓક્ટોબર 14) પુષ્ટિ કરી કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં 1,300 લોકો માર્યા ગયા અને 3,000 થી વધુ ઘાયલ થયા.

IDFએ કહ્યું કે હમાસના આતંકવાદીઓ ગાઝા શહેરમાં ઘરોની નીચે સ્થિત આતંકવાદી સુરંગોમાં છુપાયેલા છે. IDFએ શનિવારે જણાવ્યું હતું કે ગુમ થયેલા ઇઝરાયલી નાગરિકોને શોધવા માટે પાયદળ ગાઝા પટ્ટીમાં પ્રવેશી હતી.

આ પણ વાંચો : અમેરિકાના આ નિર્ણયથી યુએસ જનારા ભારતીયોમાં ખુશીની લહેર છે, આ નિયમ હળવો થશે