Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એ સોમવારે જાહેરાત કરી હતી કે ફાઇટર જેટ્સે ગાઝામાં હમાસના લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો, જેમાં આતંકવાદી જૂથનો એક મુખ્ય સભ્ય માર્યો ગયો હતો.

એક નિવેદનમાં, સૈન્યએ કહ્યું કે હમાસની વિશેષ સુરક્ષા કામગીરી માટે જવાબદાર જમાલ મુસા અન્ય કેટલાક આતંકવાદીઓ સાથે માર્યો ગયો છે. IDF એ એમ પણ કહ્યું કે તેણે ગાઝા પટ્ટીમાં હમાસના લશ્કરી કમ્પાઉન્ડ પર કબજો મેળવ્યો છે.

"IDF એ ગાઝામાં હમાસની એક ચોકી પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ચોકીમાં, આતંકવાદી સંગઠન હમાસ પાસે નિરીક્ષણ પોસ્ટ્સ, આતંકવાદી ઓપરેટિવ્સ માટે તાલીમ સુવિધાઓ તેમજ આતંકવાદી સુરંગો હતી. આ ઓપરેશનમાં, સંખ્યાબંધ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો." આ માહિતી 'X' પર પોસ્ટ કરવામાં આવી હતી. 

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલની નૌકાદળે હમાસના કમાન્ડ સેન્ટરો, એન્ટી ટેન્ક લોન્ચ પોસ્ટ્સ અને ઘણી ઓબ્ઝર્વેશન પોસ્ટ્સ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ રવિવારે દાવો કર્યો હતો કે, તેની 36મી ડિવિઝન ગાઝાના દરિયાકિનારે પહોંચી ગયા છે અને સૈનિકો શહેરમાં હમાસ દળોને "ઘેરી" રહ્યા છે.

સૈન્યએ ઉમેર્યું હતું કે તેમનો ધ્યેય "ઉત્તર  ગાઝા અને દક્ષિણ ગાઝા પટ્ટીને વિભાજિત કરી અને કિનારાને નિયંત્રિત કરી હમાસની મહત્વની સંપત્તિઓ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો સહિત પસંદગીના લક્ષ્યોને નાશ કરવાનો છે." IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ રવિવારે અગાઉ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું. "હમાસના કમાન્ડરોની હત્યા સહિત ઉત્તરી ગાઝા પટ્ટીમાં મોટા પાયે હુમલા કરવામાં આવી રહ્યા છે," તેમણે ઉમેર્યું.