Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આરોપી તપાસમાં સહકાર આપતો નથી - સરકાર

ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસ – પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા

અકસ્માતમાં નવ લોકોના જીવ ગયા છે

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી તથ્ય પટેલને પોલીસે અમદાવાદ( ગ્રામ્ય) જિલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી.

સુનાવણી દરમિયાન, સરકારની રજૂઆત હતી કે આરોપી દ્વારા બેજવાબદારી અને લાપરવાહી પૂર્વક 160 કિલોમીટરની ઝડપે જેગુઆર કાર ચલાવીને રસ્તા પર અનેક લોકોને હડફેટે લઈને ઉડાવ્યા છે. જેમાં, બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ, સહિત  છ લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે. હાલ તથ્ય પટેલની વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવાની જરૂર છે. આરોપીને મેડિકલ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારે વિવિધ બહાના કરીને સમય પસાર કરેલો. આરોપીની ધરપકડ પછી 21 જુલાઈ સાંજના ચાર કલાક સુધી હોસ્પિટલમાં સમય પસાય થયો હોવાથી, આરોપીની પૂછપરછ અને તપાસ માટેનો ખૂબ જ ઓછો સમય મળ્યો છે.


સરકારની રજૂઆત હતી કે આરોપી સાથે કારમાં કોણ કોણ મિત્રો હતા, ઘરેથી નીકળ્યો ત્યારે તે ક્યા ક્યા મિત્રોને મળ્યો છે, મિત્રો સાથે તે કંઈ રેસ્ટોરન્ટમાં ગયો અને ક્યા પાન પાર્લરની તેણે મુલાકાત લીધી તે અંગેની પૂછતાછમાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેથી તેના રિમાન્ડ જરૂરી છે. કાર ચલાવતી વખતે ખરેખર કેટલી સ્પીડ હતી, કારના લાઈટ વિઝન મુદ્દે રિકંન્સ્ટ્રક્શન કરી તપાસની જરૂર છે, ઘરેથી નીકળ્યો ત્યારે આરોપીએ ક્યા ક્યા મિત્રોને મોબાઈલ દ્નારા કોલ કર્યા છે, તેના મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટ અને કોલ ડિટેઈલ મેળવવાની બાકી છે, આરોપી અને તેની સાથે રહેલા અન્ય લોકોને સાથે રાખીને આરોપીનુ ક્રોસ વેરિફિકેકશન કરવાનુ છે, ભૂતકાળમાં આરોપીએ આ પ્રકારના ગુના આચરેલા છે કે નહીં તેની તપાસ કરવાની છે, અકસ્માતના ગુનામાં વપરાયેલા જેગુઆર કારના માલિકની તપાસ કરીને દસ્તાવેજની તપાસ કરવાની છે, અકસ્માત બાદ, મદદ માટે આવેલા ક્યા ક્યા લોકોને આરોપી અને તેના પિતાએ ધમકી આપેલી છે, આરોપી અને તેના મિત્રોએ નશાનુ કે ડ્રગ્સનુ સેવન કરેલુ છે કે નહીં, જો કર્યુ છે તો કોની પાસેથી તે મેળવેલ છે, તેના ક્યા ક્યા મિત્રોએ તેનુ સેવન કરેલુ છે, તેની તપાસ કરવાની બાકી છે. આરોપી આ બનાવ સમયે કોના સંપર્કમાં હતો અને ક્યા ક્યા પ્લાનિંગ કરેલ તેની તપાસ કરવાની બાકી છે. જેથી, ન્યાયના હિતમાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરો.      

કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત

આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. જેમાં, ત્રણ પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા અને લાઠી સાથે કોર્ટ પરિસરમાં તહેનાત કરવામાં આવેલા. પોલીસ દ્વારા કોરિડોર બનાવીને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયેલો.

ટોળાએ આરોપીને માર્યો - આરોપીના વકીલ

સુનાવણી દરમિયાન, આરોપી તથ્યના વકીલની રજૂઆત હતી કે અક્સ્માત સમયે બ્રિજ પરના રસ્તાની લાઈટ બંધ હતી, અકસ્માત બાદ ટોળાએ આરોપીને માર મારેલો છે. અક્સ્માતનો ફોન આવ્યો ત્યારે તેના પિતા ઘટના સ્થળે ગયેલા, તો પોલીસે તેને પણ આરોપ બનાવ્યા છે. 

આ પણ વાંચો : રમખાણ કેસમાં ખોટા દસ્તાવેજ અને પુરાવાનો મામલો - કોર્ટે તિસ્તાની ડિસ્સાર્જ અરજીને ફગાવી