Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Ahmedabad: ઇસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલને વિડીયો કોન્ફરન્સ થકી અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલો. આરોપીના વકીલે ફરી એકવાર સમયની માગ કરતા, સરકારે તેનો વિરોધ કર્યો હતો. કોર્ટે પણ આરોપીના વકીલના વલણની ટીકા કરી હતી. આ કેસની ટ્રાયલમાં આજથી ચાર્જફ્રેમની કાર્યવાહી શરૂ થઈ શકે છે.  

સુનાવણી દરમિયાન, આરોપીના વકીલની રજૂઆત હતી કે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની તબિયત જેલમાં અચાનક બગડતાં તેમને સારવાર અર્થે અસારવા સ્થિત મોટી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. આરોપી પક્ષ તરફથી આજે ફરી એકવાર વકીલ રોકવા માટે માગ કરવામાં આવી હતી. જેની સામે સરકારી વકીલે વાંધો ઉઠાવેલો કે, આ ખૂબ જ ગંભીર પ્રકારનો, અસધારણ અને સંવેદનશીલ કેસ છે, જેને લઇને તપાસનીશ એજન્સીને ઝડપી તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ માત્ર સાત જ દિવસમાં રજૂ કરી દીધુ છે કે જેથી કેસનો ટ્રાયલ ઝડપી ચાલી શકે અને પિડીત પરિવારોને ઝડપથી ન્યાય મળી શકે. જો કે, આરોપી પક્ષ દર વખતે વકીલ રોકવાની અને અન્ય માંગણીઓના બહાને કેસની ન્યાયિક પ્રક્રિયા વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આરોપીઓએ તેમના વકીલ રોકવા હોય તો ઝડપથી રોકી લેવા જોઇએ અને અદાલતની ન્યાયિક પ્રક્રિયામાં સાથ આપે.

સુનાવણી બાદ, કોર્ટે આરોપી પક્ષને નિર્દેશ આપ્યો છે કે, વકીલ રોકવાની પ્રક્રિયા પૂર્ણ કરી દો. કોર્ટે આરોપીપક્ષને તેમના વકીલના વકીલાતપત્ર પણ રજૂ કરી દેવા તાકીદ કરી હતી.

બીજીબાજુ, આ કેસમાં રાજય સરકાર દ્વારા કેસના ટ્રાયલમાં પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.