Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઇસ્કોન બ્રીજ પર બેકાબૂ સ્પીડે જેગુઆર કાર હંકારી એક સાથે નવ નિર્દોષ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાના અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ આજે રાજય સરકાર દ્વારા પુરાવાઓનું બહુ મહત્ત્વનું લીસ્ટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસે બંને આરોપી પિતા-પુત્ર વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા મુદ્દે કેસની વધુ સુનાવણી તા. 5મી સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી.

બીજી બાજુ, ગઇકાલે કોર્ટે આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને તેમના વકીલ રોકી લેવા અને વકીલાતપત્ર રજૂ કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી, જેને પગલે આરોપીઓ તરફથી તેમના વકીલના વકીલાતપત્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા તેમના મોબાઇલ ફોન, ફોર વ્હીલર કાર પરત મેળવવા માટે અરજીઓ કરવામાં આવી હતી. જેની સુનાવણી પૂર્ણ થયેથી અદાલત દ્વારા આરોપીઓ દ્વારા આ કેસમાં તહોમતનામું ફરમાવવા (ચાર્જફ્રેમ) અંગે નિર્ણય કરવામાં આવશે. 

પુરાવાના લીસ્ટમાં સરકારે શું શું રજૂ કર્યું?

ઇસ્કોન બ્રીજ અક્સ્માતના કેસમાં મુખ્ય સરકારી વકીલે પુરાવાનુ લીસ્ટ આજે કોર્ટમાં રજૂ કર્યુ હતું. જેમાં 12 ઈજાગ્રસ્તના નિવેદનો, જેગુઆર કાર કંપનીના ત્રણ અધિકારીઓની નિવેદનો અને જેગુઆર કારનો રિપોર્ટ, કાફેથી ઈસ્કોન બ્રીજ સુધીના રસ્તા ઉપરના સીસીટીવી ફુટેજ, રિકન્સ્ટ્રકશન કરનાર એફએસએલના અધિકારીઓ, ગુનાવાળી જગ્યાનો નકશો, સ્ટ્રીટ લાઈટનો અભિપ્રાય આપનાર એફએસએલના અધિકારી, એસજીહાઈવે ઉપર સ્પીડ લીમીટના સાઈન બોર્ડની માહિતી આપનાર કાર્યપાલક ઈજનેર, અકસ્માતવાળી જગ્યાનું નીરીક્ષણ કરીને અભિપ્રાય આપનાર રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગના અધિકારી, અકસ્માતની જગ્યાની સ્પીડ લીમીટ આપનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના અધિકારી, આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલના મોબાઈલની કોલ ડિટેઈલ સહિતના પુરાવા રજૂ કરાયા છે.