Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Ahmedabad: ઇસ્કોન બ્રિજ પર બેફામ ઝડપે કાર ચલાવીને નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશની વચગાળાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર મોઢાના કેન્સરથી પિડાય છે અને તેને સારવાર અર્થે મુંબઈની ટાટા હોસ્પિટલમાં જવાનુ છે અને આ માટે તેની એપોઈન્ટમેન્ટ પણ છે. બીજી તરફ, અધિક સરકારી વકીલે આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો કે ભૂતકાળમાં નીચલી અદાલતે આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવી હતી અને જેલ ઓથોરિટીને હુકમ કરેલો કે તેમની સારવાર અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવો. જો કે, આરોપી પોતે જ આ સારવારમાં સહયોગ આપતો નથી. પહેલી સપ્ટેમ્બરે જ્યારે આરોપીને કેન્સર હોસ્પિટલમાં લઈ જવાનો હતો, ત્યારે તેણે ના પાડેલી. આ પછી, 4 સપ્ટેમ્બરે તેણે કહેલુ કે તેની તબિયત સારી નથી. આઠ સપ્ટેમ્બરે તેને મેડિકલ તપાસ માટેની ના પાડેલી અને બ્લડ ટેસ્ટ કરાવવાની પણ ના પાડેલી. હવે, અહીં ખોટા કારણો મૂકીને વચગાળાના જામીન માગે છે.

મહત્વનુ છે કે પ્રજ્ઞેશ પટેલે આ કેસમાં કાયમી જામીન અરજી પણ કરેલી છે અને તેની સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે.