Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કોર્ટે આરોપીના પિતા પ્રજ્ઞેશને જેલ હવાલે કર્યો

ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસ – કોર્ટે આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ ( સોમવારે ચાર વાગ્યા સુધી) મંજૂર કર્યા છે, જ્યારે તેના પિતા પ્રજ્ઞેશને જેલ હવાલે કર્યો છે. પોલીસે આ કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતાને અમદાવાદ( ગ્રામ્ય) જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરેલ. જેમાં પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી.

સુનાવણી દરમિયાન, સરકારની રજૂઆત હતી કે આરોપી દ્વારા બેજવાબદારી અને લાપરવાહી પૂર્વક 160 કિલોમીટરની ઝડપે જેગુઆર કાર ચલાવીને રસ્તા પર અનેક લોકોને હડફેટે લઈને ઉડાવ્યા છે. જેમાં, બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ, સહિત  છ લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે. હાલ તથ્ય પટેલની વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવાની જરૂર છે. આરોપીને મેડિકલ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારે વિવિધ બહાના કરીને સમય પસાર કરેલો. આરોપીની ધરપકડ પછી 21 જુલાઈ સાંજના ચાર કલાક સુધી હોસ્પિટલમાં જ સમય પસાર થયો હોવાથી, આરોપીની પૂછપરછ અને તપાસ માટેનો ખૂબ જ ઓછો સમય મળ્યો છે.