Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈ ગુગલની ભુમિકા પર સુંદર પિચાઈએ કહ્યું કે તેનું રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારનું લેવા-દેવા નથી. કંપનીનો મુખ્ય ધ્યેય સેવાઓને શ્રેષ્ઠ કરવામાં મદદ કરવાનો છે.

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના CEO સુંદર પિચાઈએ વૈશ્વિક મામલામાં ગુગલની ભુમિકાને લઈ કહ્યું છે કે કંપની સરકારને તેમની સર્વિસ અને પાયાના ઢાંચાને યોગ્ય બનાવવામાં મદદ કરવા માટે સમર્પિત રહે છે.

રિપોર્ટ પ્રમાણે એક ઈન્ટરવ્યૂમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધ પર સુંદર પિચાઈને ગુગલના નિંબસ પ્રોજેક્ટ વિશે પુછવામાં આવ્યું હતું. જે હાલ ઈઝરાયલી સેનાની આ યુધ્ધના સમયે મદદ કરી રહ્યું છે. તેના પર તેમણે જણાવ્યું કે તેમનું રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારે લેવા-દેવા નથી. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત સરકારની સેવાઓને યોગ્ય બનાવવામાં મદદ કરવાનો છે.

શું શરૂ કરવામાં આવ્યો છે નિંબસ પ્રોજેક્ટ?

સુંદર પિચાઈએ કહ્યું હતું કે નિંબસ પ્રોજેક્ટ આજ કારણે શરૂ કરવામાં આવ્યો છે કારણ કે ઈઝરાયલના નાણા મંત્રાલય પોતાના ડિજિટલ સિસ્ટમને અપગ્રેટ કરવા માંગે છે. પિચાઈએ ગુગલની ભાગીદારી પર ગર્વ વ્યક્ત કર્યો છે અને તેની સરખામણી રશિયા અને યુક્રેન જેવા અન્ય સરકારોના સમાન પ્રોજેક્ટ સાથે કરી છે.

ગુગલનો નિંબસ પ્રોજેક્ટ હાલ એમેઝોનની સાથે મળી ઈઝરાયલની સેના અને સરકાર માટે ક્લાઉડ અને AI સર્વિસ પ્રદાન કરી રહ્યુ છે. મહત્વનું એ છે કે આ સમયે ઈઝરાયલ અને હમાસમાં યુધ્ધ ચાલી રહ્યું છે અને બન્ને તરફથી હજારો લોકોના જીવ ગુમાવી રહ્યા છે.

રાજનૈતિક નથી ગુગલની ભાગીદારી

પિચાઈએ આગળ કહ્યું છે કે અમે તેને ભૂ-રાજનૈતિક સંદર્ભમાં જોઈ રહ્યા નથી. પરંતુ અમે તેની સાથે ભાગીદારી બનાવવા માંગીએ છીએ. પિચાઈએ ભાર આપીને કહ્યું છે કે ગુગલ આ પરિયોજનાઓમાં ભાગીદારીને રાજનૈતિક રીતે નહીં પરંતુ મદદ કરવાની ભાવનાથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે તે આ મુસીબતના સમયે તેમની મદદ કરવા માંગે છે અને આવા સમયમાં સટીક જાણકારી આપવી મહત્વપૂર્ણ ગણાય છે.

આ પણ વાંચો : અમેરિકાના કેન્ટકી શહેરમાં અત્યંત ખતરનાક કેમિકલનું લીકેજ, ઈમરજન્સી લાદવામાં આવી